GSTV
Home » News » હીરો મોટોકૉર્પની જબરદસ્ત ઑફર: વોટિંગ કરનાર મતદાતાઓને ફ્રીમાં આપશે આ સર્વિસ

હીરો મોટોકૉર્પની જબરદસ્ત ઑફર: વોટિંગ કરનાર મતદાતાઓને ફ્રીમાં આપશે આ સર્વિસ

દુનિયાની સૌથી મોટી  ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પએ ગ્રાહક લાભ યોજના શરૂ કરી છે. આ હેઠળ, કંપની લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર મતદારોને હીરોની મોટરસાઇકલ અને સ્કૂટરના મેન્ટેનન્સ અને સર્વિસ ચાર્જમાં છૂટ (ડિસ્કાઉન્ટ) આપશે. તેનાથી દેશના 80 મિલિયનથી વધુ ગ્રાહકોને ફાયદો થવાની અપેક્ષા છે.

કેવી રીતે લાભ થશે

voting ink

મતદાન કર્યા પછી, ગ્રાહકો તેમના ટૂ-વ્હીલર સાથે હિરો-મોટોકોર્પ ડીલરશીપ અને વર્કશોપ પર જઈ પોતાની આંગળી પર લગાવવામાં આવેલી મતદાન કર્યાની શાહી બતાવીને ફ્રીમાં ટુ – વ્હીલર વૉશનો લાભ લઈ શકે છે. સાથે સાથે, તેઓ તેમના વાહનોને રૂ. 199 માં સર્વિસ પણ કરાવી શકે છે. આ યોજના દરેક શહેરમાં એપ્રિલ-મે 2019 સુધી મતદાનના દિવસથી બે દિવસ સુધી ઉપલબ્ધ રહેશે.

નજીકના હીરો ડીલરશીપમાંથી માહિતી મેળવી શકે છે

ગ્રાહકો વાહન-સર્વિસિંગ પેકેજને પ્રિ – બુક પણ કરાવી શકે છે. આ યોજના વિશે વધુ જાણવા માટે, ગ્રાહકો તેમના શહેરમાં નજીકના હીરો મોટોકોર્પ ડીલરશીપની મુલાકાત લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, લોકશાહીના પર્વમાં એટલે કે લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ તેમજ કંપનીઓ આગળ આવતી હોય છે. મતદાન માટે લોકોને જાગૃત કરવાની સાથે પ્રોત્સાહિત પણ કરે છે. આ રીતે જ થોડા દિવસ પહેલા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ આગળ આવી ગયું છે અને આ માટે, તેઓએ ચૂંટણીના દિવસે મતદાન કરવા પર ફ્યુલ બિલ પર વળતર જાહેર કર્યું છે. હવે, જો તમે ચૂંટણીના દિવસે મતદાન કરો છો તો પેટ્રોલ પંપ તમને બિલ પર 50 પૈસા લીટર દીઠ છૂટ આપવામાં આવશે.

આ અંગે ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (AIPDA)એ 5 એપ્રિલ, 2019ના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવાના આશયથી પ્રમોટ વોટિંગ’ ઝુંબેશ શરુ કરી રહ્યા છીએ. જે અંતર્ગત મતદાન કરવા પાર પ્રતિ લીટર દીઠ  50 પૈસાની છૂટ આપવામાં આવશે. આ ઝુંબેશમાં ભાગ લેનાર પેટ્રોલ પંપો પર સવારે 8:00 વાગ્યેથી લઈને સાંજના 8:00 વાગ્યા સુધી આ છૂટ આપવામાં આવશે. લાભ મેળવવા માટે, ગ્રાહકોએ તેમની આંગળી પર મતદાન ચિહ્ન બતાવવું આવશ્યક છે.

Read Also

Related posts

અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 9 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari

સાંસદનું રિપોર્ટ કાર્ડ: 2014માં જાયન્ટ કિલર સાબિત થયેલા દેવુસિંહ ખેડાની જનતા માટે કેટલા જાગૃત

Riyaz Parmar