GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Hero MotoCorpના આ ચાર બાઈક અને સ્કૂટર થયા બંધ, કંપનીના વેબસાઈટ પરથી હટાવ્યા મોડલ્સ

Hero

Hero MotoCorpએ પોતાના ચાર ટૂ-વ્હીલર્સ બંધ કરી દીધા છે. તેમાં Glamour, Passion XPro બાઈક અને Maestro 110, Duet 110 સ્કૂટરનો સમાવેશ થાય છે. કંપનીએ આ ચારને પોતાની વેબસાઈટ પરથી હટાવી લીધા છે. હકીકતે, હીરો મોટોકોપે આ ચાર ટૂ-વ્હિલર્સને BS6 એન્જીનમાં અપડેટ ન કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત હિરોના XTreme 200T, Xtreme 200Rઅને Xtreme 200S બાઈક પણ કંપનીની વેબસાઈટ પર નથી દેખાઈ રહ્યા.

Heroની વેબસાઈટ પર હાલમાં સૌથી પાવરફુલ બાઈક આ છે

જણાવી દઈએ કે હિરો મોટોકોપે પોતાની બાઈક Glamour FI, Passion Pro i3S અને Splendor Pro i3Sને બીએસ6માં અપગ્રેડ કરી દીધી છે અને આ ત્રણેયને ગ્લેમર BS6, Passion Pro BS6 અને Splendor Pro BS6ના નામથી માર્કેટમાં ઉતારી છે. ત્યાં જ Maestro 110 અને Duet 110 સ્કૂટર્સના કારણે કંપનીએ ગયા વર્ષે જ નવા Maestro 125 લોન્ચ કરી દીધુ છે. હિરોની વેબસાઈટ પર હાલ કંપનીની સૌથી પાવરફુલ બાઈક XPulse 200 છે. તેને બીએસ6 નોર્મ્સમાં અપગ્રેડ કરવામાં આવી ચુકી છે.

Heroએ આ નવી બાઈકને વેબસાઈટ પર કરી લિસ્ટ

હિરોએ પોતાની પહેલી 160 સીસી મોટરસાયકલ Hero Xtreme 160Rની સાથે પ્રીમિયમ કોમ્પુટર મોટરસાઈકલ સેગમેન્ટમાં વાપસી કરી છે. કંપનીએ આ નવી બાઈકને પણ વેબસાઈટ પર લિસ્ટ કરી છે. Xtreme 160R એપ્રિલમાં લોન્ચ થવાની હતી પરંતુ કોરોના વાયરસના પ્રકોપના કારણે તેની લોન્ચિંગ ટળી ગઈ છે. માર્કેટમાં તેનો મુકાબલો બજાજ પલ્સર NS160, સુઝુકી જિક્સર અને ટીવીએસ અપાચે RTR 160 4V જેવી મોટરસાઈકલથી રહેશે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!