GSTV
Home » News » Heroનો બંપર ધમાકો: આ ધાંસૂ સ્કૂટર પર હજારોનું ડિસ્કાઉન્ટ, ફક્ત 29,990 રૂપિયામાં ઘરે લઇ જાવ

Heroનો બંપર ધમાકો: આ ધાંસૂ સ્કૂટર પર હજારોનું ડિસ્કાઉન્ટ, ફક્ત 29,990 રૂપિયામાં ઘરે લઇ જાવ

ભારતમાં આજકાલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ટ્રેન્ડ છે. કારની સાથે સાથે ટુવ્હીલર નિર્માતા કંપનીઓ પણ પોતાના વાહનો લૉન્ચ કરી રહી છે. તેવામાં અમે તમારા માટે એક એવી ઑફર લઇને આવ્યાં છે, જેના વિશે જાણતા જ તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા તૈયાર થઇ જશો. હીરો ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર Hero Flash પર 7,090 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેની સાથે તમે તેની પેમેન્ટ Paytmથી કરશો તો તમને 10,500 રૂપિયાનો લાભ પણ લઇ શકો છો.

જણાવી દઇએ કે Heroના ઇલેક્ટ્રિક સ્કૂટર Flashની કિંમત ડિસ્કાઉન્ટ બાદ ફક્ત 29,990 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ ડિસ્કાઉન્ટ દ્વારા પહેલીવાર ઇલેક્ટ્રિક વાહન લેનારા ગ્રાહકો જાગૃત થશે. Hero Flash માં 250wattની ઇલેક્ટ્રિક મોટર સાથે 48 volt 20 Ah VRLA બેટરી મળે છે. જેની સાથે તેમા કમ્ફર્ટેબલ સીટ, એલઇડી હેડલાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ અને રિજનરેટિવ બ્રેકિંગ જેવા ફિચર્સ મળે છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું વજન ફક્ત 69 કિલોગ્રામ છે, જેથી તેને સરળતાથી ટ્રાફિકમાં પણ ડ્રાઇવ કરી શકાય છે. જણાવી દઇએ કે હીરો ઇલેક્ટ્રિક ફ્લેશ સ્કૂટર કંપનીના કુલ 615 ટચપોઇન્ટના માધ્યમથી દેશભરમાં ઉપલબ્ધ છે. હીરો પંજાબમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 1 લાખ યુનિટ પ્રતિ વર્ષનું ઉત્પાદન કરે છે.

દેશમાં સતત વધી રહેલી ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડના પગલે તાજેતરમાં જ બજાજે પોતાના લોકપ્રિય સ્કૂટર ચેતકને પણ ઇલેક્ટ્રિક અવતારમાં લૉન્ચ કર્યુ છે. સાથે જ Ather Energy ગ્રાહકોને પોતાના પ્રિમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટરને લૉન્ચ કરવાનું આમંત્રણ પાઠવી ચુકી છે.

Read Also

Related posts

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!