GSTV

210 કિલોમીટરની એવરેજ આપે છે Heroનું ધાંસૂ સ્કૂટર, દમદાર છે ફીચર્સ અને કિંમત પણ તમારા બજેટમાં

hero

Hero Electric Nyx-HX Scooter: ઇલેક્ટ્રીક વ્હીકલ બનાવતી પ્રમુખ કંપની હીરો ઇલેક્ટ્રિકે પોતાનું નવુ અપડેટેડ Nyx-HX ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધુ છે. કંપનીનો દાવો છએ કે સ્કૂટર એક વાર પૂરુ ચાર્જ થયા બાદ 210 કિલો મીટરની અવરેજ આપે છે. કંપની અનુસાર આ સ્કૂટરને વર્ષોની રિસર્ચ અને ટેસ્ટિંગ બાદ માર્કેટમાં ઉતારવામાં આવી રહ્યું છે. આ સ્કૂટરની શરૂઆતની કિંમત 63,990 રૂપિયા છે. સબસિડી સાથે આ સ્કૂટર વધુ સસ્તામાં મળશે.

Hero Electric Nyx-HX Scooterના ફીચર્સ

Nyx-HX એક પ્રમાણિત બી 2 બી ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે જેથી અલગ-અલગ પ્રકારના ભારે વાહનો સાથે ઉપયોગ કરી શકાય છે. કંપનીએ આ સ્કૂટરને કમર્શિયલ ઉપયોગને ધ્યાનમાં રાખતા ડિઝાઇન કર્યુ છે. પરિણામે ઓછા ભારના સામાનની ડિલીવરી માટે આ સ્કૂટર ખૂબ જ સસ્તુ સાબિત થઇ શકે છે.

210 કિલોમીટરની આપે છે એવરેજ

આ સ્કૂટર પર નાના ભારના સામાનને મુકવા છતાં વાહન ચાલકને એક ઉમદા ડ્રાઇવિંગનો અહેસાસ થશે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરના ટૉપ વેરિએન્ટના સિંગલ ચાર્જ પર 210 કિલો મીટરની એવરેજ મળે છે. તેમાં બ્લૂટૂથ ઇંટરફેસ પણ મળે છે. ગ્રાહક આ સ્કૂટરમાં પોતાના બિઝનેસ જરૂરિયાત અનુસાર તેને કસ્ટમાઇઝ કરાવી શકે છે.

હીરો ઇલેક્ટ્રિકના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી સોહિંદર ગિલે કહ્યું, નવી Nyx-HX સીરીઝ એક સમજદાર ગ્રાહકની સૌથી વધુ જરૂરિયાતોને પૂરો કરવામાં સક્ષમ છે. આ સ્કૂટરમાં રનિંગ કોસ્ટ ઓછી છે, વધુ ભાર વહન કરવાની ક્ષમતા, ઇંટરસિટી રેન્જ, સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ છે.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!