GSTV
Home » News » Heroએ લોન્ચ કર્યું 110 કિલોમીટરનું માઈલેજ વાળું સ્કૂટર, કિંમત જાણીને થઈ જશો ખુશ

Heroએ લોન્ચ કર્યું 110 કિલોમીટરનું માઈલેજ વાળું સ્કૂટર, કિંમત જાણીને થઈ જશો ખુશ

Hero Electric ભારતમાં તેના બે નવા ઈલેક્ટ્રિક સ્કૂટર Optima ER અને Nyx ERલોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે Optima અને Nyx નામના બે ઈલેક્ટ્રિક સ્કૂટર બજારમાં ઉપલબ્ધ છે વધારે રેન્જ છે. કહેવાનો મતલબ એ છે કે બંને સ્કૂટર્સ પહેલા મોડલ્સની તુલનામાં વધારે માઈલેજ કાપશે, અને તેના માટે કંપની એ તેમાં ડ્યૂલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરશે.

તેની કિંમતની વાત કરીએ તો Optima ERની કિંમત 68,721 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે Nyx ERની કિંમત 69,754 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત નોર્થ ઈસ્ટને છોડીને આખા ભારત માટે છે. નોર્થ ઈસ્ટમાં Optima ERની કિંમત 71,543 અને Nyx ERની કિંમત 72,566 રૂપિયા છે.

Hero Electricએ બંને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ડ્યૂલ લિથિયમ-આયન બેટરી લગાવી છે. બેટરી 4-5 કલાક ફુલ ચાર્જ કરી શકો છો. કંપનીએ દાવો કર્યો છે કે ફુસ ચાર્જ પછી Optima ER, 110 કિલોમીટર અને Nyx ER, 100 કિલોમીટરનું અંતર કાપી શકશે. ત્યારે બંને સ્કૂટર્સની ટોપ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ સ્કૂટરમાં લાગેલી બેટરી 5 વર્ષ સુધી ચાલશે એવો કંપનીનો દાવો છે. Optima ER અને Nyx ERમાં LED હેડલાઈટ્સ, ડિજિટલ સ્પીડોમીટર, અલોય વ્હિલ્સ, ટેલેસ્કોપિક સસ્પેન્શન અને રિઝનરેટિવ બ્રેકિંગ જેવી સુવિધા મળશે. Optima ER કોલેજ સ્ટૂડેન્ટ્સ અને ઓફિસ આવવા જવા પર ઉપયોગ કરવા બનાવ્યું છે. જ્યારે Nyx ERને ઈ કોમર્સ ડિલિવરી, રેંટલ ઈ બાઈક્સ અને નાના વ્યવસાયોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે.

Read Also

Related posts

350 kmની માઈલેજ વાળી નવી કાર થશે લોન્ચ, કિંમત પણ તમને પોસાય તેવી

Dharika Jansari

શું તમે જાણો છો? કયો મોબાઇલ અને સિમકાર્ડ યુઝ કરે છે પીએમ મોદી?

Bansari

PM મોદીના જન્મ દિવસ પર નમો એપને મળી અપડેટ, જાણો શું છે નવા ફીચર્સ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!