GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

બોયકોટ ચાઈનાઃ હીરો સાઈકલ બન્યું દેશનો સાચો હિરો, ચીન સાથેનો 900 કરોડનો વ્યાપાર કર્યો રદ

દેશની ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ વધી રહેલા તણાવને લઈને પ્રધાનમંત્રી મોદીની ડિઝીટલ સ્ટ્રાઈકથી ચીનને મળી રહેલા ઝટકાની યાદી લાંબી થઈ રહી છે. હવે આ યાદીમાં હીરો સાઈકલનો પણ સમાવેશ થયો છે. મળતી જાણકારી પ્રમાણે, હીરો સાઈકલ કંપનાના એમડી પંકજ મુંજાલે ચીનને વધુ એક ઝટકો આપતા 900 કરોડનો વ્યાપાર રદ્દ કર્યો છે.

વિવિધ ભાગો લોકલ માર્કેટમાં જ બનશે

હીરો સાઈકલ કંપની ચીન પાસેથી 900 કરોડ રૂપિયાના સાઈકલના પાર્ટ્સ ખરીદવાની હતા. પરંતુ દેશમાં ચાલી રહેલી ચીન બહિષ્કારની મુહિમનું સમર્થન કરતા તેને આ વ્યાપાર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ કંપનીએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, આત્મનિર્ભર અભિયાન અંતર્ગત હવે સાઈકલના વિવિધ ભાગો ભારતમાં લોકલ માર્કેટમાં જ બનશે.

જર્મનીમાં પ્લાંટ લગાવશે

હીરો સાઈકલના એમડી અને ડાયરેક્ટર પંકજ મુંજાલે જણાવ્યું કે, ચીનનું બોયકોટ કરવા માટે હિરો સાઈકલે મહત્વનો નિર્ણય લીધો છે. તેની સાથેનો વ્યાપાર બંધ કરી દીધો છે અને વિશ્વના બીજા દેશોમાં કંપની પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. જેમાં જર્મની મુખ્ય છે. જર્મનીમાં હવે હીરો પોતાનો પ્લાંટ લગાવશે. જ્યાંથી સમગ્ર યુરોપમાં હીરો સાઈકલની સપ્લાઈ કરવામાં આવે છે.

શું કહ્યું હીરો સાઈકલના એમડીએ ?

વધુમાં જણાવ્યું કે, પાછલા દિવસોમાં સાઈકલની માગમાં વદારો થઈ રહ્યો છે અને હીરો સાઈકલ તરફથી પોતાની ક્ષમતામાં પણ વધારો કરાયો છે. તેમણે જણાવ્યું કે, હાલ તે નાની કંપનીઓને મોટુ નુકશાન થયું છે, પરંતુ તેની ભરપાઈ માટે યુરો સાઈકલ તૈયાર છે અને તેની મદદ માટે આગળ આવશે. ચાઈના સામે બોયકોટ આસાનીથી કરવામાં આવી શકે છે કારણ કે ભારતમાં કોમ્પ્યુટર બની શકે છે તો સાઈકલ કેમ નહીં. સરકાર તેની સાથે છે અને ભારતમાં દરેક પ્રકારની સાઈકલનું નિર્માણ સંભવ છે.

Related posts

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાથી પરિવાર નારાજ, ખોટી અફવા ન ફેલાવવા કરી અપીલ

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!