સોશિયલ મીડિયા પર તમે જોયો હશે આ વ્યક્તિ, 10 વર્ષની ઉંમરમાં વેચતો હતો ચણા અને આજે….

કોની કિસ્મત ક્યારે ચમકી જાય તે કહી ન શકાય. સોશિયલ મીડિયા પર આ વ્યક્તિને તમે ધણી વખત જોયો હશે તેની કિસ્મતની કહાની પણ કંઈક આવી જ છે.

આ વ્યક્તિ ભારતના પાડોશી દેશ બાંગલાદેશનો સુપરસ્ટાર સેલેબ્રિટી છે. આ સેલેબ્રિટીની તસ્વીર જોઈને કોઈ પણ તેને હીરો માનવાથી ઈનકાર કરી દેશે.

પરંતુ અસલ જીવનમાં ધણી મહિલાઓ તેમની ફેન છે. જે તેની સાથે તસ્વીર લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભી રહે છે. આ સુપરસ્ટાર દેખાવમાં ખૂબ જ એવરેજ દેખાવા છતા પણ છોકરીઓના દિલો પર રાજ કરે છે.

ખૂબ જ એવરેજ દેખાવા છતા પણ છોકરીઓના દિલો પર રાજ કરે છે આ વ્યક્તિ

આ અભિનેતાનું નામ હીરો આલોમ છે અને આજે તેની ગણતરી બાંગલાદેશના સૌથી મોટા સુપરસ્ટાર તરીકે થાય છે. સોશિયલ મીડિયા તથા યુટ્યુબ પર તેના વીડિયોઝ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને આજના સમયમાં તેની સાથે લગ્ન કરવા માટે સુંદર છોકરીઓની લાઈન લાગેલી છે.

પહેલા કરતો હતો રસ્તા પર ચણા વેચવાનું કામ

હીરો આલોમ આજે ભલે ખૂબ પોપ્યુલર થઈ ચુક્યો છે અને આજે તેની પાસે પૌસા અને ફેન્સની કોઈ કમી નથી. પરંતુ એક સમય તેના જીવનમાં એવો પણ હતો જ્યારે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે તેને રસ્તા પર ચણા વેચવા પડતા હતા.

આ ફેમસ સેલિબ્રિટીના પિતાએ તેની માતાને લગ્નના થોડા સમય બાદ જ છોડી દીધી હતી. જ્યાર બાદ તેના પર પરિવારની જવાબદારી આવી ગઈ હતી. જ્યાર બાદ તેને પોતાની શિક્ષા પણ અધુરી છોડવી પડી હતી.

ભલે ચહેરાથી હીરો આલોમ ન લાગતો હોય પણ અભિનેતાની રીતે તેનુ વ્યક્તિત્વ દમદાર છે. બાંગ્લાદેશમાં તેને સુપરસ્ટારનો દરજ્જો પ્રાપ્ત છે અને પોતાના કરિયરમાં તે 500 થી પણ વઘુ સોન્ગસ પર કામ કરી ચુક્યો છે. ઘણી હીટ ફિલ્મોમાં લીડ રોલ કરી ચુક્યો છે.

આ એક્ટની ડિમાંડ એટલા હદ સુધી વધી ચુકી છે કે બાંગ્લાદેશના ક્રિકેટર્સ પણ તેની સાથે સેલ્ફી લેવાથી ખચકાતા નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter