GSTV

વિશ્વમાં સૌથી વધુ વેચાતા પારલે જી બિસ્કિટના પેકેટ પર રહેલી નાનકડી છોકરી છે કોણ, જાણો આ રહસ્ય

Last Updated on June 12, 2020 by Karan

કોરોના આફતમાં લોકોને ખાવાનું મળતું ન હતું ત્યારે પાર્લે જી બિસ્કીટ સૌથી વધું ખવાતાં હતા. તેના આજ સુધીના વેચાણનો વિક્રમ સ્થપાઈ ગયો છે. તેના વેપર પર રહેલી આવેલી છોકરી કોણ છે તે સૌથી વધું ચર્ચા ફરી એક વખત શરૂ થઈ છે. સસ્તા અને ગુણવત્તા પૂર્ણ પાર્લે બિસ્કીટ આઝાદીની ચળવળ સામે લડતા લોકોએ ભૂખ સંતોષવા માટે પારલે જી ખાધા હોય. પાર્લે બિસ્કીટ બનાવવાનો વિચાર બ્રિટિશરો પાસેથી આવ્યો હતો. તે સમયે બજારમાં અંગ્રેજી કંપનીઓના બિસ્કીટનું વેચાણ ખૂબ વધારે હતું. લોકોને તે ખૂબ ગમ્યું કારણ કે તે સસ્તુ, સુગંધી, સ્વાદિષ્ટ અને સ્વદેશી હતું.

4 પેઢીનું એ બિસ્કીટ એક જેવું આવે છે

પ્રખ્યાત બિસ્કીટ પાર્લે-જી અને તેના રેપર, 4 પેઢીથી બાળકો, વડીલોમાં લોકપ્રિય છે. તેના પર રહેલી નાની છોકરી હવે દાદી બની ગયા છે. એવી અફવા ફેલાઈ રહી છે. પણ આવી કોઈ છોકરી ક્યારેય ન હતી. તેતો એક ચિત્રકારે બનાવેલું ચિત્ર છે. બિસ્કીટ ફોટો છે, તે દુનિયામાં ક્યારેય દેખાઈ નથી. એવરેસ્ટ ક્રિએટિવ કંપનીએ એક કાલ્પનિક ચિત્ર બનાવ્યું હતું જે કંપનીને આપવામાં આવ્યું હતું, જેને મેનેજમેન્ટે પસંદ કર્યું હતું અને બિસ્કિટ રેપર્સ પર લાગુ કરવામાં આવ્યું હતું. નાગપુરના નીરુ દેશપંડે છે, આવું ગોસીપ કરે છે પણ એવું કંઈ નથી. ફોટોવાળી યુવતી માટે ત્રણ મહિલાઓના નામનો દાવો કરવામાં આવ્યો છે.

નીરુ દેશપંડે છે એ છોકરી ?

તેના કવર પર જે ફોટો જોવા મળ્યો હતો તે પણ બદલાઈ ગયો. પહેલાં, તેના કવર પર ઢોર ચરાવતાં ને ગીત ગાતા ગોવાળીયાનો ફોટો હતો. પરંતુ પછીનાં દાયકામાં સુંદર નાની બાળકીએ જગ્યા લધી હતી. જે કંપનીની પ્રમોશનલ સ્ટ્રેટેજી હતી. તેની ઉપરની યુવતીને લઈને ઘણી ચર્ચા થઈ છે. નીરુ દેશપંડે, સુધા મૂર્તિ અને ગુંજન ગંડાનિયા નામની ત્રણ મહિલાઓ બાળક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ નીરુ દેશપંડેને આ છોકરી માનવામાં આવે છે. તે સાડા ચાર વર્ષની હતી ત્યારે તેના પિતાએ આ ફોટો લીધો હતો. આ ફોટો તે વ્યક્તિના હાથમાં આવ્યો અને તેને પાર્લેના પેકેટ પર દર્શાવવાની તક મળી. જોકે, નીરુ હવે 62 વર્ષની થઈ ગઈ છે.

પારલે કંપનીનો દાવો કે આવી કોઈ છોકરીએ જન્મ નથી લીધો

પારલે કંપનીના પ્રોડકટ મેનેજર મયંક જૈન કહે છે કે આ માત્ર એક વાસ્તવિક માનવીની તસવીર નથી, પણ એક દૃષ્ટાંત છે. તે 60 ના દાયકામાં મગનલાલ દહિયા નામના ચિત્રકાર દ્વારા બનાવવામાં આવી હતી. પેકેટ પર દેખાતી યુવતીની તસવીર કોઈની સાથે સંબંધિત નથી.

વિશ્વમાં સૌથી વધું વેચાતું બિસ્કિટ

મુંબઈના વિલે પાર્લેમાં રહેતા ચૌહાણ પરિવારે વર્ષ 1929 માં ‘પાર્લે’ નામની કંપની શરૂ કરી હતી. શરૂઆતમાં કેક, પેસ્ટ્રી અને કૂકીઝ જેવી ચીજો હતી. બજારમાં બિસ્કીટની માંગ બ્રિટીશ કંપનીઓ પુરી કરતી હતી. 1939થી પાર્લેએ બિસ્કિટ બનાવવાનું શરૂ કર્યું. 1980 સુધીમાં તે ‘પાર્લે ગ્લુકો’ બિસ્કીટ તરીકે જાણીતું હતું. પાછળથી તેનું નામ ‘પાર્લે-જી’ રાખવામાં આવ્યું. પાર્લે-જીનું પેકેટ એક સમયે વિશ્વનું સૌથી પ્રખ્યાત બિસ્કીટ હતું. 4 પેઢીની યાદો તેની સાથે જોડાયેલી છે. લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. વર્ષ 2011ના નીલ્સન દ્વારા કરાયેલા સરવે અનુસાર, તે વિશ્વમાં સૌથી વધુ વેચાતું બિસ્કીટ છે.

Related posts

ભારતે બનાવેલા સલામ ડેમ પર તાલિબાનનો હુમલો, અફઘાન સેનાના પ્રહાર બાદ જીવ બચાવી ભાગ્યા હુમલાખોરો

pratik shah

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!