GSTV

ઈન્સ્ટાગ્રામ પર હવે કોને કોને અનફોલો કરવા જરૂરી છે તે હવે આ રીતે જાણો

યંગ જનરેશન હવે ફેસબુકને બાજુએ રાખીને ઇન્સ્ટાગ્રામ તરફ વળી ગઈ છે અને પરિણામે હવે ઇન્સ્ટાગ્રામમાં પણ જબરી ભીડ થવા લાગી છે! જો તમે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હશો અને ખરેખર સ્માર્ટ રીતે તેનો ઉપયોગ કરવા માગતા હશો તો આ ભીડ તમને અકળાવતી હશે.

કોને અનફોલો કરવા છે જરૂરી

મોટા ભાગના લોકો સાથે સોશિયલ મીડિયા પર આવું થાય છે – આપણે ફેસબુક, ટવીટર, ઇન્સ્ટા વગેરે સર્વિસમાં નવા સવા જોડાઈએ ત્યારે ઉત્સાહમાં એક સાથે સંખ્યાબંધ લોકોને ફ્રેન્ડ બનાવીએ કે તેમને ફોલો કરીએ. ઇન્સ્ટાના કિસ્સામાં આપણે નજીકના ફ્રેન્ડ્સ ઉપરાંત સેલિબ્રિટીઝ, ગમતી બ્રાન્ડ્સ વગેરેને પણ ફોલો કરવા લાગીએ, પણ પછી આ ભીડ મોટી થતી જાય અને સમય જતાં, આપણને એમાંથી કોઈને કોઈમાં રસ ઓછો થતો જાય. આપણે જેમને ફોલો કરી રહ્યા હોઈએ એમની પોસ્ટ્સમાં આપણને રસ ન રહે અથવા એ પોતે જ ખાસ એક્ટિવ ન રહે એવું પણ બને.

લિસ્ટ તપાસો

તેના ઉપાય તરીકે, ઇન્સ્ટાગ્રામ આપણને, પોતે જેમને ફોલો કરીએ છીએ એ લિસ્ટને તપાસીને કોને અનફોલો કરવા જેવા છે એ તપાસવાનું સહેલું બનાવ્યું છે.એ માટે ઇન્સ્ટા એપ ઓપન કરી, તમારા પ્રોફાઇલમાં જાઓ અને તેમાં ‘ફોલોઇંગ’ પર ક્લિક કરતાં તમને બે કેટેગરી જોવા મળશે – ‘લીસ્ટ ઇન્ટરેક્ટેડ વિથ’ અને ‘મોસ્ટ શોન ઇન ફીડ’.

પહેલી કેટેગરીમાં, તમે છેલ્લા ૯૦ દિવસમાં જે લોકો સાથે સૌથી ઓછું ઇન્ટરેક્શન કર્યું હશે તેમનું લિસ્ટ જોવા મળશે. બીજી કેટેગરીમાં, તમને જેમની પોસ્ટ્સ સૌથી વધુ જોવા મળી હશે એ જોવા મળશે. આ લોકો તરફથી પોસ્ટ્સનો ભારે મારો થતો હોય, પણ તમને એમાં રસ ન રહ્યો હોય એવું બની શકે. આ બંને કેટેગરી તપાસીને, હવે તમને જેમની પોસ્ટ્સમાં રસ ન રહ્યો હોય એવા લોકોને તમે સહેલાઈથી અનફોલો કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ બીજા આપણને શું કહેવા કે બતાવવા માગે છે એ જાણવા માટે નહીં, પણ આપણે પોતે શું જાણવા કે જોવા ઇચ્છીએ છીએ તેને માટે છે. એ માટે, આ નવું ફીચર તમને ઉપયોગી થશે!

Read Also

Related posts

કોરોના સામે લડવા માટે ભારતમાં 49 દિવસ સંપૂર્ણ રીતે દેશવ્યાપી લોકડાઉન આપો, આ યુનિ.ની સરકારને ભલામણ

pratik shah

લૉકડાઉન ઇફેક્ટ: વધી જશે તમારા પ્રીપેડ પ્લાનની વેલીડીટી, TRAIએ ટેલિકોમ કંપનીઓને લખ્યો પત્ર

Bansari

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan
Do NOT follow this link or you will be banned from the site!