GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વર્લ્ડ કપની વિજેતા ટીમને આપવામાં આવે છે નકલી ટ્રોફી, અસલી ટ્રોફી હોય છે અહીં…

30 મેથી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને ફાઈનલ 14 જુલાઈના દિવસે લંડનના ઐતિહાસિક લોડર્સ મેદાન પર રમવામાં આવશે. તે દરમિયાન દરેક ટીમની કોશિશ એ રહેશે કે તે ટ્રોફી જીતે પરંતુ હકિકત એ છે કે વિનર ટીમને વર્લ્ડ કપની અસલી ટ્રોફી નહીં પરંતુ તેના જેવી દેખાતી નકલી ટ્રોફી આપવામાં આવે છે.

હકિકતે વર્લ્ડ કપની મુળ ટ્રોફી ICC પાસે જ રહે છે. શરૂઆતના ત્રણ વર્લ્ડ કપમાં વિનર ટીમને એક જેવી ટ્રોફી આપવામાં આવી હતી. આ ત્રણે ટૂર્નામેન્ટના આયોજક પ્રુડેશિયલ પીએલસી હતુ જેના કારણે ટ્રોફીની ડિજાઈન ન બદલી.

ત્રણ વર્લ્ડ કપ પછી જ્યારે આયોજક બદલ્યા તો ટ્રોફીના ડિજાઈનમાં પણ બદલાવ આવ્યો. આઈસીસીએ 1999 વર્લ્ડ કપમાં પહેલીવાર વિનર ટીમને પોતાની ટ્રોફી આપી અને ત્યારથી આ ચલણ ચાલુ છે. આ ટ્રોફી સોના અને ચાંદીથી બનેલી છે. એક સોનાની બોલ ત્રણ ચાંદીની કોલમની ઉપર રાખેલી હોય છે.

આ ટ્રોફીનો વજન લગભગ 11 કિલો છે. ટ્રોફીની ઉંચાઈ 60 સેંટિમીટર છે. ટ્રોફીના બેસ પર પૂર્વ વિજેતા ટીમોના નામો પણ લખવામાં આવે છે. વર્લ્ડ કપ પહેલા આઈસીસી ટ્રોફી માત્ર એ જ દેશોમાં નથી ગઈ જે દેશો ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે પરંતુ પહેલીવાર તેને ક્રિકેટના પારંપરીક ઠેકાણાથી આગળ જઈને તે 11 દેશોમાં પણ લઈ જવામાં આવી છે જ્યાં ક્રિકેટ વિકસી રહ્યું છે જેમ કે નેપાળ, અમેરીકા અને જર્મની.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાતના નસીબ પલટાઈ જશે: નવી GIDC માં નીતિન પટેલની હાજરીમાં કરાશે પ્લોટના ડ્રો

Harshad Patel

અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા પીએસઆઇની આ માંગથી પોલીસબેડામાં ચકચાર, એસઓજીએ કરી કાર્યવાહી

Nilesh Jethva

મહારાષ્ટ્રના પાલઘરમાં પાંચ બાળકોના મોત, પગ લપસી જતાં ઉંડી ખાઈમાં ફસાઈ જતાં મોતને ભેટ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!