લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થવામાં વિલંબ મામલે વિપક્ષોએ ચૂંટણી પંચ પર પક્ષપાતી વલણનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો આરોપ છે કે, કેન્દ્રિય ચૂંટણી પંચ જાણી જોઈને લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતું નથી. જો કે વિપક્ષોનાં આરોપ વચ્ચે ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણી નયત સમયે થશે. પંચ પાસે પુરતો સમય છે. ચૂંટણી પંચનાં વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, અમે વડાપ્રધાનનાં શિડ્યુલ મુજબ કામ કરતા નથી.અમારુ ખુદનું એક શિડ્યુલ છે.
2014માં 5 માર્ચે એલાન કરાયું હતું
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રિય ચૂંટણી પંચે 5 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. ગત લોકસભા ચૂંટણીની તારીખોનું કારણ આગળ ધરીને વિપક્ષોએ પચ પર નિશઆન સાધ્યું છે. વિપક્ષોનું કહેવું છે કે ચૂંટણી પંચ કોઈનાં ઇશારે કામ કરે છે. તેથી જ તેઓ ચૂંટણીની તારીખો જાહેર કરતા નથી. જેને કારણે સરકાર અનેક લોભામણી જાહેરાત કરીને મતદારોને આકર્ષવા પ્રયાસો કરે છે જો ચૂંટણી તારીખ જાહેર થાય તો આચારસંહિતાને કારણે સરકારી જાહેરાતો પર પાબંદી લાગી જાય.
Is the Election Commission waiting for the Prime Minister’s “official” travel programs to conclude before announcing dates for General Elections?
— Ahmed Patel (@ahmedpatel) March 4, 2019
કોંગ્રેસનો આરોપ
ચૂંટણી પંચનું કેહવું છે કે,ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ આવા જ આરોપ લગાવતું હતું. કોંગ્રેસે જણાંવ્યું હતું કે લોકોને છેતરવા માટે ભાજપ અનેક પ્રકારની જાહેરાત કરે છે. જેથી ચૂંટણીમાં તેનો લાભ લઈ શકાય. કોંગ્રેસનેતા અહેમદ પટેલે ટ્વિટ કરીને જણાંવ્યું હતું કે શું ચૂંટણી પંચ વડાપ્રધાનનાં સત્તાવાર પ્રવાસો પુર્ણ થવાની રાહ જુએ છે.જેથી તેઓ ચૂંટણી તારીખો જાહેર કરી શકે. અહેમદ પટેલે ગત 4 માર્ચે આ ટ્વિટ કર્યુ હતું.
આ માટે થઈ રહ્યો છે વિલંબ
ચૂંટણી પંચનું કહેવું છે કે આ વખતે અણારી પાસે પુરતો સમય છે.2014માં ચૂંટણી પરિણામો જાહેર કરવાની અંતિમ તારીખ 21-મે હતી. તેમજ 5 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો. જો કે આ વખતે ચૂંટણી પરિણામ જાહેર કરવાની અંતિમ તારીખ 3 જૂન છે. જેથી અમારી પાસે તારીખો જાહેર કરવા માટે પર્યાપ્ત સમય છે.
આ વખતે ચૂંટણી મોટો પડકાર
ચૂંટણી પંચનું કહેવું છે કે, આ વખતે તમામ રાજ્યોમાં ચૂંટણી માટેની તૈયારી કરી લેવામાં આવી છે. તમામ ચૂંટણી અધિકારીઓ છેલ્લા એક મહિનાથી વિવધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. જો કે વખતની ચૂંટણી મોટો પડકાર બની રહેશે. કારણ કે અનેક જગ્યાએ એક સાથે ચૂંટણી થશે. ચૂંટણી પંચનાં અધિકારીઓ તાજેતરમાં જમ્મુ-કાશ્મીર ગયા હતાં. જ્યા રાજ્યપાલ શાસન છે. સૂત્રોનું માનવું છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ યોજાઈ. જો કે આ મામલે અંતિમ નિર્ણય પડતર છે.
REAd ALSO
- હૈદરાબાદમાં થયેલા એન્કાઉન્ટરની હિરાનગરી સુરતમાં ઉજવણી, મહિલાઓએ મિઠાઈ વહેંચી
- હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ સળગતો સવાલ, ગુજરાતમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીઓને ન્યાય ક્યારે ?
- 85 લાખ રૂપિયામાં વેચાયુ દિવાલ પર લગાવેલું આ એક કેળું, જાણો કેમ
- INDvWI: પ્રથમ ટી 20 માં ભારતે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને બેટિંગ માટે આપ્યું આમંત્રણ
- અમદાવાદની વિદ્યાર્થિનીઓએ હૈદરાબાદમાં થયેલા એન્કાઉન્ટર પર આપી પ્રતિક્રિયા