GSTV
Home » News » આલિયાએ ફિલ્મ ‘રાઝી’ માં પોતાનો ફર્સ્ટ લુક શૅર કર્યો

આલિયાએ ફિલ્મ ‘રાઝી’ માં પોતાનો ફર્સ્ટ લુક શૅર કર્યો

બોલીવુડની દિવા આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની બહુચર્ચીત ફિલ્મ ‘રાઝી’ માં ફિલ્મ અભિનેત્રી આલિયાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મ કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

આલિયાએ આ ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક પોતાના સોશિયલ એકાઉન્ટ પર શૅર કર્યો છે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં આલિયા તદ્દન એક કાશ્મીરી યુવતી લાગી રહી છે. આ તસવીરમાં આલિયાએ લખ્યું છે કે ફિલ્મ રિલીઝ થવાને હવે છ મહિનાની જ વાર છે.

અહીં તમને જણાવીએ કે આ એક ઇન્ડિયન પીરિયડ થ્રિલર ફિલ્મ છે. જેમાં આલિયા કાશ્મીરમાં રહેતી જાસૂસની ભૂમિકા નિભાવી રહી છે. જે 1971માં થયેલા ઇન્ડિયા-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની વ્યક્તિ સાથે લગ્ન કરી લે છે. ફિલ્મમાં પાકિસ્તાનની વ્યક્તિની ભૂમિકા વિક્કી કૌશલ કરી રહ્યો છે.

ફિલ્મ ‘રાઝી’ ને મેઘના ગુલજાર ડિરેક્ટક કરી રહી છે. આ ફિલ્મ હરિંદર સિક્કાની નોવેલ કોલિંગ સહમત થી ઇન્સપાયર છે. જુલાઇ 2017માં ‘રાઝી’ ની શુંટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તથા ઓક્ટોબરમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવી ચૂક્યું છે. ‘રાઝી’ આવતા વર્ષે મે માં રિલીઝ થશે.

Related posts

શૂટિંગમાં ભેસ સાથે રમતી હતી તાપસી અને પછી થયુ જોવા જેવુ

Kaushik Bavishi

62 વર્ષની ઉંમરે પણ અનિલ કપૂર જેવી ‘જકાસ’ બોડી જોઈતી હોય તો ખાઓ આ ભોજન

Arohi

ઉર્વશી રૌતેલાને બોની કપૂરના ટચ કરવાથી મચ્યો હતો હંગામો, કહી આ મોટી વાત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!