GSTV
India ટોપ સ્ટોરી

તાજ મહેલ વિવાદ/ તાજ મહેલની અંદર કોઇ હિન્દૂ દેવી દેવતાની મૂર્તિ નથી: પુરાતત્વ વિભાગના અધિકારીઓની સ્પષ્ટતા 

તાજ મહેલમાં હિન્દૂ દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવાના દાવાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના અધિકારીઓએ નકારી દીધા છે. આ અધિકારીઓનું કહેવું છે કે તાજ મહેલના ૨૨ રૂમના દરવાજા ખુલ્લા જ છે. અને તેમાં દેવી દેવતાઓની કોઇ જ મૂર્તિઓ નથી. 

તાજ

રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધી આ વિભાગના અધિકારીઓએ જે પણ તપાસ કે રિસર્ચ કર્યા છે તેમાં મૂર્તિઓનું અસ્તિત્વ હોવાના કોઇ જ પુરાવા નથી મળ્યા. તાજ મહેલ અંગે ઉંડી જાણકારી રાખનારાઓની વાત માનીએ તો મકબરામાં ૧૦૦થી વધુ સેલ છે. જે સુરક્ષાના કારણોને લીધા જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ આ સેલમાં કોઇ જ દેવી દેવતાની મૂર્તિ હોવાની જાણકારી નથી મળી. 

અગાઉ એક હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેમાં આ સેલના દરવાતાઓને ખોલાવવાની માગણી કરવામાં આવી હતી. સાથે જ અરજીમાં એવા દાવા કરાયા હતા કે, તાજ મહેલની અંદર મૂર્તિઓ છે. જોકે, આ દાવાઓને એએસઆઇ દ્વારા નકારવામાં આવ્યા છે. જે અરજી દાખલ થઇ હતી તે અયોધ્યાના રહેવાસી રજનીશસિંહ દ્વારા કરાઇ હતી. 

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu

ભાજપમાં ભંગાણ / બાબુલ સુપ્રિયો બાદ વધુ એક ભાજપના સાંસદની TMCમાં ઘરવાપસી

Hardik Hingu
GSTV