GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

સોનું ખરીદવાની સોનેરી તક, ઘરે બેઠા 1 રૂપિયો ભરી આ રીતે ખરીદો

સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે તેવામાં જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આ તમારા માટે સોનેરી તક છે. જો તમને ફક્ત એક રૂપિયામાં 24 કેરેટનું સોનુ ખરીદવા મળે તો? Paytm સહિત અનેક ઇ-વૉલેટ કંપનીઓ ફક્ત એક રૂપિયામાં સોનુ ખરીદવાની તક આપી રહી છે.

આ પ્લેટફોર્મ પર 24 કેરેટ 99.9 શુદ્ધતાવાળુ સોનુ મળી રહ્યું છે. અહીં તમે ખરીદેલુ સોનુ એક સુરક્ષિત લોકરમાં રાખવામાં આવે છે. તમે જ્યારે ઉચ્છો ત્યારે સોનાની હોમ ડિલિવરી કરાવી શકો છો. સાથે જ જ્યારે તમને જરૂર હોય તો તમે સોનુ કે રિટર્ન પણ મેળવી શકો છો. પરથી સોનુ ખરીદવા માટે તમે પેટીએમ એપ પર ગોલ્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે સોનુ ખરીદી શકો છો. તમારું સોનુ એમએટીસી-પીએમપીના લૉકરમાં સુરક્ષિત રહેશે. ખરીદવાની સાથે જ તમે અહીં જ સોનુ વેચી શકો છો.

આ પ્લેટફોર્મ પરથી તમે ફક્ત 1 રૂપિયામાં સોનુ ખરીદી શકો છો. અહીં તમે 1 રૂપિયાથી લઇને દોઢ લાખ રૂપિયા સુધી એક વારમાં સોનુ ખરીદી શકો છો. કંપનીનો દાવો છે કે આ પ્લેટફોર્મ પર વેચાતું સોનું 24 કેરેટ 99.9 શુદ્ધતા ધરાવે છે. અહીં તમારી તરફથી ખરીદવામાં આવેલા સોનાને એક સુરક્ષિત લોકરમાં મુકવામાં આવે છે. તમે જ્યારે ઇચ્છો આ સોનાની હોમ ડિલિવરી લઇ શકો છો. પેટીએમ ગોલ્ડ ઉપરાંત બુલિયન ઇન્ડિયા દ્વારા પણ તમે સોનુ ખરીદી શકો છો.

જો કે આ ઓછામાં ઓછા 300 રૂપિયાનું હોવુ જોઇએ. ફિનકર્વ બુલિયન પ્રાઇવેટ લિમિટેડ કંપની બુલિયન ઇન્ડિયા પણ એમએમટીસી-પીએએમપીની જેમ તમારા સોનાને સુરક્ષિત લોકરમાં રાખે છે. તેનો વીમો પણ હોય છે. અહીં પણ વૉલેટમાં જમા થઇ રહેલા સોનાને તમે જ્યારે ઇચ્છો ત્યારે હોમ ડિલિવરી લઇ શકો છો. જ્યારે ઇચ્છો, ત્યારે ડિલિવરીપેટીએમ ગોલ્ડની શુદ્ધતાની 100 ટકા ગેરેન્ટી હોય છે અને એક ગ્રામ થતાં જ તમારા ગોલ્ડની ડિલિવરી તમારા આદેશ પર થઇ જશે. ડિલિવરી 1,2,5,19,20 ગ્રામના સિક્કામાં થાય છે. આ સાથે જ પેટીએમ પોતાના પ્લેટફોર્મથી ડિજિટલ ટ્રાન્જેક્શન કરવા પર કેશબેક તરીકે ડિજિટલ ગોલ્ડ લેવાનો વિકલ્પ પણ મળે છે.

Read Also

Related posts

માસ્કના કારણે લિપસ્ટિક વેચાણને પડ્યો જોરદાર ફટકો, આટલુ ઘટી ગયુ વેચાણ

Arohi

આવી મોટી ખુશખબર : આ સરકારી બેંકે વ્યાજના દરમાં કર્યો મોટો ઘટાડો, ઘર કે કાર ખરીદવી હવે ખૂબ સરળ હશે

Dilip Patel

ઓગસ્ટ સુધી બેંકનો હપ્તો ચૂકવવા ન માંગતા હો તો એસએમએસ કરો, એટલે વાત ખતમ, જાણો વિગત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!