ઈંદોરને સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. ગુરુવારે જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વે એવોર્ડ 2020 ને સુરતમાં બીજો અને નવી મુંબઇમાં ત્રીજો ક્રમ મળ્યો છે. રાજ્યના ઘણા શહેરો દુર્ઘટનાભર્યા શહેરોની સૂચિમાં છે. ગુજરાતના નાના શહેરોમાં પારાવાર ગંદકી ભરેલી છે.
10 ગંદા શહેરો (10 લાખથી વધુ વસ્તી)
1- પટના (બિહાર)
2- પૂર્વ દિલ્હી (EDMC)
3- ચેન્નાઇ (તમિલનાડુ)
4- કોટા (રાજસ્થાન)
5- ઉત્તર દિલ્હી,
6 – મદુરાઇ (તમિલનાડુ)
7- મેરઠ (ઉત્તર પ્રદેશ)
8- કોઇમ્બતુર (તમિલનાડુ)
9- અમૃતસર (પંજાબ)
10- ફરીદાબાદ (હરિયાણા)

10 લાખ કરતા ઓછી વસ્તીવાળા ગંદા શહેરો
1- ગયા (બિહાર)
2- બક્સર (બિહાર)
3- અબોહર (પંજાબ)
4- ભાગલપુર (બિહાર)
5- પારસા બજાર (બિહાર)
6- શિલ્લોંગ (મેઘાલય)
7-ઇટાનગર (અરુણાચલ પ્રદેશ)
8- દિમાપુર એમસી (નાગાલેન્ડ)
9- બિહાર શરીફ (બિહાર)
10- સહર્ષ (બિહાર)
દેશના 4,242 શહેરોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 1.9 કરોડ લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 100 થી વધુ શહેરી સંસ્થાઓ ધરાવતા રાજ્યોની શ્રેણીમાં છત્તીસગને ‘મોસ્ટ ક્લીન સ્ટેટ’ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. આ પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને સ્થાન આપવામાં આવ્યું છે. 129 એવોર્ડ આપવામાં આવ્યા હતા.
READ ALSO
- અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર
- કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા
- શરમજનક/ સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ! કોંગ્રેસના નેતાએ કહ્યું- તંત્રની બેદરકારીનું પરિણામ
- ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની માંગ, ગ્રાહકો ૨૦૦૦ કરોડના ખર્ચબોજાથી મુક્ત થશે
- સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે