અહીં ભક્તોને પ્રસાદમાં અપાય છે સોનાનાં ઘરેણાં, જાણો મંદિરની વિશેષતા

ભક્તો મંદિરમા પ્રસાદની આશાએ તો નથી જતા પણ બધાં જ મંદિરમાં કંઈક ને કંઈક પ્રસાદ સ્વરૂપે મળતું હોય છે. ભક્તજનોને કોઈ મંદિરમા સોનું પ્રસાદમાં મળે એવું મંદિર તમે જોયું છે? હાં, મધ્યપ્રદેશમાં રતલામ શહેરમાં એક મહાકાળીમાતાનું મંદિર છે ત્યા ભક્તોને સોનું પ્રસાદ સ્વરૂપે મળે છે.

આ મંદિરમાં ધનતેરસથી માંડીને પાંચ દિવસ સૂધી દિપોત્સવ ઊજવવામાં આવે છે. લોકો આવે છે અને આ સમય દરમિયાન મંદિરને સોનાના ઘરેણાથી સજાવવામાં આવે છે. આખુ વર્ષ લોકો અહીં આવે છે અને કરોડો રૂપિયાનું દાન કરે છે અને સોનું ચઢાવે છે. પછા આ જ સોનું ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપે છે.

દિવાળીનાં દિવસે અહીં મદિરમાં 24 જેટલા કપાટ ખુલ્લા મુકવામા આવે છે અને દરેક મહિલા શ્રધ્ધાળુઓને એક એક કુબેરની પોટલી આપવામાં આવે છે. પરંતુ કોઈને ત્યાંથી ખાલી હાથ જવા દેવામાં આવતું નથી.

એવી માન્યતા છે કે જો આ મંદિરમા દાન કરવામાં આવે તો આપણે ક્યારેય ઘરમાં અનાજ અને પૈસા ખૂટતાં નથી. અહીંથી મળતો પ્રસાદ લોકો સાચવીને રાખે છે અને એને શુભ માને છે એટલે ક્યારેય ખર્ચ કરતાં નથી. આ પરંપરા ઘણા વર્ષો જુની છે અને લોકોએ આપેલી ભેટને મંદિરની નોટમાં લખીને રાખવામાં પણ આવે છે. લોકો દાન આપીને શ્રધ્ધા રાખે છે કે આવું કરવાથી માતાજી આપણી પર કૃપા વરસાવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter