GSTV
Home » News » રાજીનામા, પક્ષપલટો, તોડફોડ અને જૂથબંધી વચ્ચે મહારાષ્ટ્રની ચૂંટણીના આ છે સમીકરણો, મોદીને મારવું છે મેદાન

રાજીનામા, પક્ષપલટો, તોડફોડ અને જૂથબંધી વચ્ચે મહારાષ્ટ્રની ચૂંટણીના આ છે સમીકરણો, મોદીને મારવું છે મેદાન

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. 24 ઓક્ટોબરે રાજ્ય વિધાનસભાનું ચૂંટણી પરિણામ જાહેર થઇ જશે, એટલે કે વિજયી ઉમેદવારો અને સત્તા પ્રાપ્ત કરનારા ગઠબંધનની ચાલુ વર્ષે 27 ઓક્ટોબરે દિવાળીઓની ખુશીઓ હજારો ગણી વધી જશે. ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ.

મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખોનું ભલે એલાન થયું હોય પરંતુ રાજકીય પક્ષો અને નેતા ઘણા સમય પહેલા પોતપોતાના ચૂંટણી સમીકરણ ગોઠવવામાં લાગી ગયા હતા. આ સમીકરણોને અમલી બનાવવા માટે મહારાષ્ટ્રમાં રાજીનામા, પક્ષપલટો, તોડફોડ, જૂથબંધી, ઉમેદવારોની હકાલપટ્ટી, રિસામણા-મનામણા જેવી પ્રવૃતિઓ ઘણા સમયથી ચાલી રહી છે. કોંગ્રેસ અને એનસીપીને ટેકો આપનારા રાજ્યના મરાઠા રાજકીય પરિવારોના ઘણા દિગ્ગજોએ ભગવા પાર્ટીઓનો ખેસ ધારણ કરી લીધો છે.

90ના દાયકામાં મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસનો દબદબો સમાપ્ત થયા બાદ રાજ્યની રાજનીતિ બે પ્રમુખ જોડાણની આસપાસ જ મંડરાતી રહી. પહેલું જોડાણ છે કોંગ્રેસ અને એનસીપીનું. જ્યારે કે બીજું જોડાણ છે સત્તાધારી ભાજપ અને શિવસેનાનું. જો કે બેઠક વહેચણીના અસંતોષને લઇને 2014ની વિધાનસભા ચૂંટણી આ તમામ પક્ષો અલગ અલગ લડ્યા હતા. જેમાં 122 બેઠકો જીતીને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યું. જ્યારે કે શિવસેનાને 63 સીટો, કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો પર જીત મળી હતી.

કોઇ પણ પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં ન હતી. તેથી બેઠકોના દોર બાદ ભાજપ અને શિવસેના સરકાર રચવા માટે ફરી સાથે થઇ ગયા હતા. ઝડપથી ઘટી રહેલા ચૂંટણી ઘટનાક્રમથી એટલું નક્કી છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આકરા તેવરો સાથે લડાશે. હાર-જીતમાં ક્ષેત્રીય અને સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે કલમ-370 તથા માંદી પડેલી અર્થવ્યવસ્થા જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પણ મહત્વની ભૂમિકા નિભાવશે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!