GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ધીમેધીમે ટાલ વધી રહી છે તો અપનાવો આ ટિપ્સ, વધવા લાગશે વાળનો ગ્રોથ

છોકરી હોય કે છોકરો, ઉંમરલાયક સ્ત્રી હોય કે પુરૂષ દરેકને વાળનો ગ્રોથ ગમતો હોય છે પરંતુ હવે પોષક તત્વોની કમીને કારણે વાળનો ગ્રોથ સરખો થતો નથી અને વાળ ખરવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેમાંય ઘણા પુરૂષોને તો માથામાં ટાલ પડવા લાગે છે. જેના લીધે તેઓ સમય કરતા પહેલા વયસ્ક લાગવા લાગે છે. જોકે આ એક એવી સમસ્યા છે જે ગરીબથી લઈને શ્રીમંત, એમ દરેક વર્ગમાં જોવા મળે છે. ઘણા લોકો ટાલમાં વાળ ઉગાડી આપવાનો દાવો કરે છે પરંતુ તેનો સક્સેસ રેશિયો કેટલો છે તે એક પ્રશ્ન છે. તાજેતરમાં જ આ વિષય પર એક ‘બાલા’ નામની ફિલ્મ આવી. જેના પરથી એવો અંદાજ લગાવી શકાય કે આ સમસ્યા હવે મોટાભાગના લોકોમાં જોવા મળે છે. માથાના વાળનો ગ્રોથ વધારવા માટે લોકો જાતજાતના નુસખાઓ પણ અજમાવે છે. કોઈ તેલ લગાવે છે તો કોઈ માથામાં લેપ લગાવીને બેસે છે. હવે તો મોંઘી દવાઓ લેનારાઓની સંખ્યા પણ વધી રહી છે. અહીં એવી ટિપ્સ આપવામાં આવી છે જેનાથી લાભ થશે.

શોર્ટ હેર સ્ટાઈલ રાખો

ટાલ છૂપાવવી હોય તો વાળ શોર્ટ રાખો કારણકે લાંબા વાળમાં ટાલ ઝડપથી દેખાય છે. હેર કટ કરાવતા પહેલા હેર ડ્રેસરની સલાહ અવશ્ય લો.

હેર પ્રોડક્ટની પસંદગીમાં રાખો સાવધાની

તમારા વાળની હેલ્થ તમે કેવા પ્રોડક્ટ વાપરો છો તેના પર પણ આધાર રાખે છે. તેથી જ વાળમાં કંઈ પણ લગાવતા પહેલા પૂરતું ધ્યાન રાખો. જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લો.

હકીકતને સ્વીકારી લો

ઘણા લોકો પોતાને ટાલ પડી રહી છે એવું સ્વીકારી શકતા નથી. પરિણામે મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે અથવા શરમાયા કરે છે. પોતાની જાતને જેવા છો તેવા જ સ્વીકારતા શીખો. બોલિવૂડ સેલિબ્રિટીઝની જેમ પોતાના આવા લૂકને પણ એન્જોય કરો. તમારી સ્માર્ટનેસ તમારા look કરતાં વધારે તમારા કોન્ફિડન્સમાં છલકાતી હોય છે.

કેપ કે વિગ વાપરો

માથામાં ટાલ દેખાવાનો સંકોચ થતો હોય તો તમે કેપ કે હેર વિગ ટ્રાય કરી શકો છો. જોકે આવી સમસ્યા ના થાય તે માટે કાળજી શરૂઆતથી જ લેવી જોઈએ. હેર એક્સપર્ટનું માનીએ તો વાળને મજબૂત બનાવવા માટે સફરજન, કિવી, અનાનસ અને પપૈયા જેવાં હેલ્થી ફળ ખાવા જોઇએ.

Read Also

Related posts

માસ્ક પરાઠા: પરાઠા તો તમે કેટલાય પ્રકારના જોયા હશે, પણ આવા નહીં…

Pravin Makwana

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana

ઈમ્યૂનિટી વધારીને કોરોના સામે લડવું છે તો ખાવ 8 વસ્તુઓ, શરીર અંદરથી બનશે મજબૂત અને લોહીની કમી પણ થશે દૂર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!