અહીં ઘરે ઘરે છે પાંચ પાંચ જુડવા દિકરીઓ, twins નગર જ માની લો

ગાંધીધામનો શક્તિ નગર વિસ્તાર હવે ટ્વીન્સ નગર તરીકે ઓળખાય તો નવાઈ નહી. કારણ કે અહી વસવાટ કરે છે એક બે નહીં પણ પાંચ પાંચ જુડવા બાળકીઓ. જો આસપાસમાં જુડવા બાળકોની જોડી રહેતી હોય તો કુતુહલવશ તેને જોવાનું મન થાય એ સાહજીક છે, પરંતુ આખુ નગર જ ટ્વીન્સનું હોય તો. અમે વાત કરી રહ્યાં છે કચ્છના ગાંધીધામમાં આવેલી શક્તિનગર સોસાયટીની જ્યાં મકાન નંબર 101થી લઈ 110 સુધી તમામ મકાનોમાં રહે છે જુડવા બાળકીઓ. પાંચ પાંચ જુડવા બાળકીઓના કારણે સોસાયટીની આ લાઈન ટ્વીન્સ લાઈન તરીકે ઓળખાય છે.

હેત્વી અને હર્ષવીના જન્મ સાથે આ લાઈનમાં જુડવા બાળકીઓની જાણે હારમાળા સર્જાઈ. હેત્વી અને હર્ષવી બાદ પડોશમાં ભોજવાણી પરિવારને ત્યાં રેખા અને રાખીનો જન્મ થયો.જે બાદ લાલવાણી પરિવારમાં રાધીકા અને નૈનિકાનો જન્મ થયો આજ પ્રમાણે ઠક્કર પરિવારમાં યુતિ અને નિયતીનો જન્મ થયો. આમ 10 પૈકી 5 મકાનોમાં જુડવા બાળીકીઓ જન્મી સોસાયટીને નવી ઓળખ આપી.

કુતુહલ અને રોમાંચ સર્જનાર આ જુડવા બાળકીઓ જ્યારે એક સાથે રમવા એકત્રીત થાય છે ત્યારે સૌકોઈની આખો ત્યાં સ્થિર થઈ જાય છે. સોસયટીના રહીશો પણ એ જોઈને ખુશી વ્યક્ત કરતા કહે છે કે, તેમની સોસાયટીમાં એક બે નહીં પરંતુ પાંચ પાંચ જુડવા લક્ષ્મીજીનો વાસ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter