GSTV
Home » News » અક્ષય, પરેશ અને સુનીલ ફરીથી કરશે ‘હેરાફેરી’

અક્ષય, પરેશ અને સુનીલ ફરીથી કરશે ‘હેરાફેરી’

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી સ્ટારર ‘હેરા ફેરી’ સિરિઝ બોલીવુડની સૌથી સફળ ફ્રેન્ચાઇઝમાંથી એક છે. પરેશ રાવલનો આ ફિલ્મનો બાબુરાવ ગણપત રાવ આપ્ટેનો રોલ બોલીવુડના સૌથી આઇકોનિક કેરેક્ટર્સમાં સામેલ છે અને ફેન્સ તેમને ફરીથી સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા માંગે છે. આ ફિલ્મના બે ભાગ રિલિઝ થઇ ચુક્યાં છે અને હવે ત્રીજી કડીની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.

હવે એવું લાગી રહ્યું છે કે ફેન્સની આ ઇચ્છા ટૂંક સમયમાં પૂરી થઇ જશે. તાજેતરના અહેવાલો મુજબ ટૂંક સમયમાં હેરાફેરી-3ની ઘોષણા કરવામાં આવશે અને આ ફિલ્મ તેની ઓરિજિનલ કાસ્ટ સાથે જ બનાવવામાં આવશે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે મેકર્સ અક્ષય કુમારની ભારે ફીને લઇને ચિંતિત છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું કે અક્ષયે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે હેરાફેરી અને ફિર હેરાફેરી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને હવે દર્શકો હેરાફેરીની ત્રીજી કડીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પાણી મુદ્દે જે કહ્યું તેનાથી તમે ખુશ થઈ જશો

Dharika Jansari

અમેઠીની એક મહિલા પ્રધાનને સંસદનો પ્રવાસ કરાવ્યો સ્મૃતિ ઇરાનીએ

NIsha Patel

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!