GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

પહેલા મરધી આવી કે ઈંડુ- આ કહેવતને તમે ઘણી વાર સાંભળી હશે, પણ શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે, મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો હોય. જી હા..આવુ જ કંઈક બન્યુ છે ઓડિશાના નુઆપાડામાં, જ્યાં એક મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે.

મરધીએ બચ્ચાને જન્મ આપ્યો

ઘટના એવી છે કે, નુઆપાડા જિલ્લાના ઈચ્છાપુર ગામમાં અંબિકા માંઝીના ઘરે એક મરધીએ બચ્ચાને જન્મ આપ્યો છે. જો કે, જન્મના 10 મીનિટની અંદર જ બચ્ચાનું મોત થઈ ગયું હતું. આ મરધી સાથે જ પોતાના 9 ઈંડાને સેવવાનું કામ કરી રહી હતી.

આ દરમિયાન મરધી તે જગ્યાએથી ઉઠીને બીજી જગ્યા જતી રહી. ઘણા સમય સુધી ત્યાંથી હટી નહીં તો લોકોએ જઈને જોયુ. તો ત્યાં મરધીએ એક બચ્ચાને જન્મ આપ્યો હતો. લોકોએ આસપાસમાં જોયુ પણ ખરુ કે, ક્યાંક તૂટેલુ ઈંડુ છે તો નહીં ને. જો કે, આવુ કશું મળ્યુ નહીં.

ડોક્ટર્સને પણ નવાઈ લાગી

આ ઘટના પર ત્યાંના મુખ્ય પશુ ડોક્ટરોએ કહ્યુ હતું કે, તેમણે આવી ઘટના પહેલા ક્યારેય જોઈ નથી.ડોક્ટર્સના જણાવ્યા અનુસાર બની છે કે, મરધી ઈંડુ આપે તે પહેલા તેના પ્રજનન તંત્રમાં ઈંડુ વિકસીત થયુ હોય અને બહાર બચ્ચાને જન્મ આપ્યો હોય. તેમણે કહ્યુ હતું કે, શરીરથી ઈંડુ બહાર આવ્યા બાદ 21 દિવસ સુધી તે સેવે છે. જેનાથી બચ્ચાનો જન્મ થાય છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!