આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા પહેલાં જેટલા કટ્ટર કોંગ્રેસી હતા એટલા જ હવે કોંગ્રેસ વિરોધી બની ગયા છે. તેમણે રાહુલ ગાંધીને ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેન સાથે સરખાવ્યા હતા. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે દાઢી વધારીને નવો ગેટઅપ રજૂ કર્યો હતો. આસામના મુખ્યમંત્રીએ તેના આ નવા ગેટઅપની મજાક ઉડાવી હતી.

તેમણે ટ્વિટ કરી કે રાહુલજી, તમારો ચહેરો એવો હોવો જોઈએ કે જેમાં લોકો મહાત્મા ગાંધી અને સરદાર પટેલની છબી જુએ. તમારા ચહેરામાં લોકોને સદ્દામ હુસેનનો ચહેરો દેખાવો જોઈએ નહીં. હેમંત બિશ્વા શર્મા જ્યારથી ભાજપમાં જોડાયા છે ત્યારથી ભાજપના ખાસ બની ગયા છે. મહારાષ્ટ્રની સરકારમાં બળવો થયો ત્યારે બળવાખોરોને આશ્રય આપવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી.
लोगों को एक नेता में महात्मा गांधी या सरदार पटेल दिखने चाहिए, सद्दाम हुसैन नहीं। pic.twitter.com/LBvD9zHfhL
— Himanta Biswa Sarma (@himantabiswa) November 19, 2022
READ ALSO
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ