GSTV

સની દેઓલ માટે કરી રહ્યા છે ઝુંબેશ બોબી અને ધર્મેન્દ્ર, ત્યારે હેમા માલિની ક્યાં?

Sunny Deol BJP

Last Updated on May 15, 2019 by Alap Ramani

બોલિવૂડનો એક્શન હીરો સની પહેલી વાર રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવવા મેદાનમાં આવ્યો છે. સની દેઓલ બીજેપીમાં પંજાબના ગુરદાસપુર લોકસભાની સીટ પરથી લડી રહ્યો છે. સનીને ચૂંટણીમાં જીત મળે તે માટે પિતા ધર્મેન્દ્ર, ભાઈ બોબી દેઓલ ઘણી મહેતન કરી રહ્યા છે. પરંતુ દેઓલ પરિવારની એક વ્યક્તિ આ પ્રચારમાંથી ગાયબ છે. તેની ઊણપ વર્તાઈ રહી છે. તે વ્યક્તિ હેમા માલિની છે.

હેમા લોકસભાની ચૂંટણી 2019માં બીજેપીની સીટ મથુરાથી લડી રહી છે. ત્યારે એ બીજેપીની સદસ્ય પણ છે. સ્ટાર પ્રચારક ઉપરાંત તે દેઓલ પરિવારની વ્યક્તિ પણ છે. ચૂંટણી સમયે જ્યારે સ્ટાર બીજા માટે પ્રચાર કરે છે. ત્યારે આ સમયે હેમા પાસે સનીના પ્રચાર કરવાના અનેક બહાને છે. પરંતુ હેમા અત્યાર સુધી સની ના પક્ષ માટે વોટ માંગવા ગઈ નથી. પણ જો હેમા માલિની અને સની દેઓલના સંબંધ પર નજર કરીએ તો તેમને ક્યારેય સાથે જોયા નથી. સનીની ફિલ્મ રિલીઝ થાય ત્યારે પણ હેમા જોવા મળતી નથી. સની પણ ક્યારેય હેમા માટે સ્ટાર પ્રચારક બન્યો નથી. પરંતુ એક વાર હેમાએ કહ્યું હતું કે, મારો એક્સિડન્ટ થયો ત્યારે સની જ સૌથી પહેલા જોવા આવ્યો હતો. બંને વચ્ચે સંબંધમાં જે કડવાશ છે તે ક્યારેય જાહેરમાં જોવા મળી નથી. જૂની વાતો જોઈએ તો હેમા માલિની સની દેઓલ માટે પ્રચારમાં ઉતરે તેવી આશા બંધાય છે.

જ્યારે પંજાબમાં 19 મેના રોજ મતદાન થવાનું છે. અને તેના માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હેમા માલિની ભલે ચૂંટણી પ્રચારમાં જોવા મળી નથી, પરંતુ પિતા ધર્મેન્દ્ર ફેમિલીને પૂરેપૂરી મદદ કરી રહ્યા છે. સૌથી પહેલા ધર્મેન્દ્ર પત્ની હેમા માટે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા. હવે જ્યારે દીકરાનો વારો આવ્યો તો ગુરદાસપુરમાં જ પોતાનું સ્થાન બનાવી લીધું. બોબી તેના મોટા ભાઈ સાથે એ દિવસથી છે જ્યારથી સનીએ નોમિનેશન કર્યું હતું. બોબી અને સનીને ચૂંટણી પ્રચારમાં સાથે જોઈને જનતા પણ ખુશ જોવા મળે છે.

પરંતુ હેમા માલિનીની હાજરી ચૂંટણીમાં અલગ જ રંગ લાવી શકે છે. જણાવીએ કે 62 વર્ષનો સની દેઓલ ગુરદાસપુરમાં ભારતીય જનતા પાર્ટી અને અકાલી દળ ગંઠબંધનનો ઉમેદવાર છે. આ સીટ ઉપરથી અભિનેતા વિનોદ ખન્ના ચાર વાર સાંસદ રહ્યા છે. એપ્રિલ 2017માં કેન્સરની બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પંજાબમાં 19 મેના રોજ છેલ્લું મતદાન થશે. પરિણામ 23 મેના રોજ જાહેર થશે. સની દેઓલની ગુરદાસપુર સીટ પર તેની વિરુદ્ધ વર્તમાન સાંસદ કોંગ્રેસ ઉમેદવાર સુનીલ જાખડ છે.

Read Also

Related posts

Car Insurance : જો પાર્ક કરેલી કાર પર ઝાડ પડે તો ઇન્શ્યોરન્સના પૈસા મળશે કે નહીં? આ છે નિયમ

Vishvesh Dave

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરે એજન્ડા કોપી ફાડતા મચી બબાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!