બોલિવૂડ અભિનેત્રી અને મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે કૂદી પડ્યા છે. તેમણે કૃષિ કાયદાના ખોબલેને ખોબલે વખાણ કરવાના શરૂ કર્યા છે. તેમણે તો, આ આંદોલનને વ્યર્થ ગણાવ્યુ છે. હેમા માલિની જણાવી રહ્યા છે કે, ખેડૂતોને આ કાયદા વિશે ખબર જ નથી, એટલે આવુ કરી રહ્યા છે, કારણે કે તેમને આવુ કરવા માટે કોઈએ કહ્યુ છે.
They (agitating farmers) do not even know what they want and what is the problem with the farm laws, which shows that they are doing this because someone asked them to do it: Hema Malini, BJP MP from Mathura (12.01.2021) pic.twitter.com/TvMluuIWGk
— ANI UP (@ANINewsUP) January 13, 2021
તાજેતરમાં જ હેમા માલિનીએ કરેલી આ પ્રકારની વાત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અભિનેત્રીને ખરીખોટી સંભળાવવાનું શરૂ કરી દીધુ હતું. આ ઘટના બાદ લોકોએ ઉલ્ટાનું હેમા માલિનીને સવાલ કરવાના ચાલુ કર્યા હતા. ઘણા લોકો તો હેમા માલિનીને પુછી રહ્યા છે કે, શું તમને MSPનું આખુ નામ શું થાય છે એ પણ ખબર છે ખરી ?

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….