GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

હેમા માલિની અને રૂપા ગાંગુલી નિતીશ ભારદ્વાજને આ અવતારમાં ઓળખી જ શક્યા નહીં

નિતીશ ભારદ્વાજ બી. આર. ચોપરાની મેગા હિટ સિરીયલ મહાભારતમાં શ્રી કૃષ્ણનો યાદગાર રોલ કરી ચૂક્યા છે. એ ભૂમિકામાં તેઓ એવા છવાઈ ગયા હતા કે લોકો તેમને સાચા કૃષ્ણ જ માની બેસતા હતા. આ રોલને કારણે તેમની લોકપ્રિયતા સાતમા આસમાને હતી. વિષ્ણુ પુરાણમાં પણ તેઓ ભગવાન કૃષ્ણના ઘણા અવતારોમાં દેખાયા હતા. આવામાં વિષ્મુ પુરાણમાં તેઓ કાંઇક એવી રીતે આવ્યા હતા કે મહાભારતમાં તેમની સહ અભિનેત્રી અને દ્રૌપદી બનેલી રૂપા ગાંગુલી અને જાણીતી અભિનેત્રી હેમા માલિની તેમને ઓળખી શકી ન હતી.

વિષ્ણુ પુરાણનાં સેટ પર થયુ આવું

 એ સમયની વાત કરતાં નિતીશ ભારદ્વાજે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે મને યાદ છે  જ્યારે ભગવાન પરશુરામનો સિન શૂટ થઈ રહ્યો હતો અને એ એપિસોડ ટેલિકાસ્ટ થયો ન હતો. વિષ્ણુ પુરાણના સેટ પર હું તૈયાર થઈને બેઠો હતો. એ વખતે રૂપા ગાંગુલી બંગાળી ફિલ્મોમાં તેની કરિયર બનાવી રહી હતી. તે એક વાર મને અને રવિ ચોપરાને મળવા મુંબઈ આવી હતી.  તે સેટ પર મારી પાસે આવીને બેઠી અને વારંવાર મને જ શોધી રહી હતી. તે મને ઓળખી શકી નહીં અને હું જાણી જોઇને ત્યાં ચૂપચાપ બેસી રહ્યો.  અડધા કલાક બાદ તેણે રવિ ચોપરાને મારા વિશે પૂછ્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે હું તો તેની બાજુમાં જ બેઠો છું.

પ્રવાસ દરમ્યાન મળ્યા હતા હેમા માલિની

આવું જ એક વાર વિમાન પ્રવાસમાં થયું હતું જ્યારે હેમા માલીની મારી સાથે પ્રવાસ કરી રહ્યા હતા. તેમણે મારા વિવિધ રોલ વિશે વાત કરતાં કહ્યું કે આખરે રવિ ચોપરાને કેવી રીતે આવો એક્ટર મળી ગયો જેણે પરશુરામનો રોલ અદા કર્યો છે અને તેની આંખો મારા જેવી જ છે. તે મને ઓળખી શકી જ ન હતી અને મેં પણ તેમની સાથે મજાક કરી કે રવિ ચોપરાએ આ માટે 50-60 લોકોના ઓડિશન ટેસ્ટ લીધા હતા. એક સપ્તાહ બાદ તેમનો મારી પર ફોન આવ્યો અને કટાક્ષ કરતાં કહ્યું કે કેવી રીતે મેં તેમની સાથે મજાક કરી હતી. નિતીશ ભારદ્વાજે આ અંગે કહ્યું કે પરશુરામના રોલમાં તેમનો અવાજ એટલો ભારે હતો અને કડક વ્યક્તિત્વ એટલું અલગ હતું કે લોકોને એમ લાગતું હતું કે કેવી રીતે હું કૃષ્ણ અને પરશુરામનો રોલ કરી શકું.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!