GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

હેમા માલિની છેલ્લા 20 વર્ષથી રાજનીતિમાં છે પણ કામ તો અભિનેત્રી જેવું જ કરે છે

ફિલ્મોથી રાજનીતિનો સફર કરનારી બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી અને ડ્રિમ ગર્લના હુલામણા નામે ઓળખાતી હેમા માલિની ફરી એક વખત મથુરા સીટથી ભાજપની ઉમેદવાર છે. હેમા માલિનીએ રાજનીતિમાં પ્રવેશ કર્યાને આજે 20 વર્ષના વહાણ વીતી ચૂક્યા છે. આમ છતાં આજે પણ હેમાના ચૂંટણી પ્રચારમાં કોઈ પણ પ્રકારનો ફર્ક જોવા નથી મળ્યો. ફિલ્મી સ્ટાઈલથી જ હેમા માલિની મર્સિડિઝના રૂફ ટોપથી બહાર નીકળે છે અને પછી જનતાનું અભિવાદન કરે છે. પણ રૂફટોપથી નીકળ્યા બાદ હેમા માલિની જ્યારે ફિલ્મનો શોટ આપવો હોય તે પ્રમાણે પુરી રીતે તૈયાર થાય છે.

હેમા માલિનીને તડકાથી બચાવવા માટે માથે છત્રી રાખવામાં આવી છે. જે દ્રશ્ય રાજનીતિનું ઓછું અને ફિલ્મના સેટનું વધારે લાગે છે. કારથી બહાર આવી હેમા માલિની કમળનું ફુલ હાથમાં લે છે અને જનતાને વોટ કરવાની અપીલ કરે છે. પછી બાંકે બિહારી લાલ કી જયના નારા સાથે જયઘોષ કરે છે. પોતાના ચૂંટણી અભિયાન દરમ્યાન હેમા માલિની કારમાંથી ખૂબ ઓછી નીકળે છે. જગ્યાએ જગ્યાએ ગાડી રોકીને રૂફ ટોપના માધ્યમથી લોકો સાથે વાતચીત કરે છે. 2 મિનિટનું ખૂબ નાનું એવું ભાષણ આપે છે. વચ્ચે વચ્ચે આરામ કરી લે છે. જે માટે પોતાની કારમાં બેસી જાય છે. જો કે લોકો અને કાર્યકર્તાઓ દ્રારા જગ્યાએ જગ્યાએ હેમા માલિનીનું સ્વાગત કરવામાં આવે છે.

સત્તત બીજી વખત ચૂંટણી જીતવા માટેની કોશિષમાં લાગેલી હેમા માલિનીના દિવસની શરૂઆત યોગ અને પૂજાથી થાય છે. જે પછી તે સાદો નાસ્તો લે છે જેમાં ફ્રૂટ અને જ્યુસનો સમાવેશ થાય છે. નાસ્તા બાદ તે ચૂંટણી અભિયાન માટે નીકળે છે.હેમા માલિની ભલે મથુરાથી સાંસદ હોય પણ આજે પણ તેમના ક્ષેત્રમાં તેઓ રાજકારણી તરીકે ઓછા અને એક અભિનેત્રી તરીકે વધારે ઓળખાય છે. તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે. તેમને જોવા માટે રસ્તામાં ભીડ ઉમટી પડે છે. લોકો ઘરની અંદર ઓછા અને છત પર વધારે જોવા મળે છે. અભિનેતાથી નેતા બનેલી હેમા માલિનીનું માનવું છે કે રિલ લાઈફ અને રિયલ લાઈફ બંનેમાં મહેનત કરવી પડે છે અને બંને લાઈફ સારી લાગે છે.

ચૂંટણી અભિયાન દરમ્યાન હેમા માલિની વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો પાસે વોટ માગવા માટેની અપીલ કરી રહી છે. જેમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલી કામગીરી લોકોની સમક્ષ રાખે છે. દેશની સુરક્ષા મજબૂત રાખવા માટે મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે તેમ કહે છે. હેમા કહે છે કે, મોદી એક વખત ફરી કેન્દ્રમાં આવશે તો દેશનો વિકાસ થઈ શકશે અને નવા ભારતનું નિર્માણ પણ થશે. તેમણે વધુમાં કહ્યું કે 5 વર્ષ ખૂબ ઓછા છે દેશને આગળ લઈ જવા માટે જેથી નરેન્દ્ર મોદીને 5 વર્ષનો વધારે સમય આપવામાં આવે જેથી નવા ભારતનું નિર્માણ થઈ શકે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!