GSTV
Home » News » દિવાળીમાં ભલે દવાખાના બંધ હોય કે તબીબ ન હોય પણ આ સેવા રહેશે 24 કલાક ચાલુ, કોઈ ચિંતા ના કરતા

દિવાળીમાં ભલે દવાખાના બંધ હોય કે તબીબ ન હોય પણ આ સેવા રહેશે 24 કલાક ચાલુ, કોઈ ચિંતા ના કરતા

દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિઅશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત નવમાં વર્ષે દદીર્ઓ માટે તા. ૨૭ ઓક્ટોબર થી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે આશિર્વાદરૂપ પૂરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ 108 અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે.

ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ

આ ઉપરાંત એએમએ દ્વારા દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ હોય છે.

ઓન કોલ દિવાળી સેવાનું આયોજન

દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થાય તેવા ઉદ્દેશ્યથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા નવ વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ વર્ષે સ્વાઈન ફ્લુ, ચિકનગુનિયા, કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ વાયરલ ઈન્ફેકશન વગેરે જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે.

સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો

ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે. જેના આધારે મદદ મળી રહે છે અને નજીકનાં વિસ્તારમાં કયા ડોક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે.’ ડોક્ટર ઓન કોલ દિવાળીનાં પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું હતું કે, ‘એએમએ દ્વારા ટેક્નોલોજીનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફેસબુક પેજ પર ઉપલબ્ધ

આ અંગેની વિગતો www.ahmedabadmedicalassociation.com અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે.’ નોન ઈમર્જન્સી કેસોમાં દર્દીઓ વોટસ એપના માધ્યમ દ્વારા ડોક્ટરને પોતાની કવેરી મોકલાવી શકે છે, જેનો ડોક્ટરો જ્યારે ફ્રી પડે ત્યારે જવાબ આપશે.

Read Also

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!