GSTV
Home » News » ગુજરાતમાં હવે હેલમેટ ફરજિયાત : પાછળ બેસનારે પણ પહેરવું પડશે, સરકાર ફરી ગઈ

ગુજરાતમાં હવે હેલમેટ ફરજિયાત : પાછળ બેસનારે પણ પહેરવું પડશે, સરકાર ફરી ગઈ

હેલમેટ માળિયે મૂક્યા હોય તો ઉતારી લેજો, ગુજરાતમાં રૂપાણી સરકારે 360 ડિગ્રીએ વળાંક લીધો છે. સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે કે ગુજરાતમાં હેલમેટ એ મરજિયાત નથી. ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી થઈ છે. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ હોવાનો જવાબ રજૂ કર્યો છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. હવે પોલીસ ધનાધન હેલમેટ વિનાના મેમો ફાડવાની પૂરી તૈયારી કરી લે તેવી સંભાવના છે. શહેરોમાં સરકારે હેલમેટ પહેરવાથી મુક્તિ આપી હતી.

કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત

સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી એક પ્રેસ નોટ દ્વારા પહોંચાડાયો હતો. ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ છે.

ગુજરાતમાં હેલમેટનો કેવો છે કાયદો?

ગુજરાતમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. ખાસ કરીને વાહન ચલાવનાર સાથે પાછળ ટુ વ્હીલર પર જો કોઈ પુરૂષ હોય તો તેણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત હતું. જો કે વિભાગ દ્વારા મહિલાઓ અને 12 વર્ષથી નાના બાળકોને આ જોગવાઈમાં છૂટછાટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા વાહન વ્યવહારના નીતિ નિયમોમાં ફેરફાર કરવાના આદેશ બાદ મોડે મોડે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નવા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત મોટર વાહન નિયમો 1989ના નિયમ 193માં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ પહેરવા અંગે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે. જો કે આ નિયમમાં બીજા પ્રોવાઈઝોમાં પાછળ બેસનાર સ્ત્રી, 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો તથા 50 સીસીથી ઓછું એન્જિન ક્ષમતા ધરાવતા દ્વિ-ચક્રીય વાહનોના ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

અ.નં.પ્રશ્નજવાબ
હેલ્મેટ ફરજીયાત પહેરવાની જોગવાઇ કયા કાયદા/ નિયમો હેઠળ અમલમાં લાવવામાં આવી છે ? સંપૂર્ણ જોગવાઇ દશાર્વવી, આ જોગવાઇ કયારથી અમલમાં છે ?કેન્દ્ર સરકારના મોટર વાહન અધિનિયમ,૧૯૮૮ ની કલમ-૧૨૯ અને તે હેઠળ બનાવેલા ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૯૩ હેઠળ બે પૈડાંવાળા મોટર વાહનો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાની જોગવાઇ કરવામાં આવેલ છે.( કલમ-૧૨૯ અને નિયમ-૧૯૩ ની નકલ સામેલ છે)રાજય સરકારના તા.૩૧-૮-૨૦૦૪ ના જાહેરનામાંથી બે પૈડાવાળા મોટર વાહનના ચાલક માટે રાજયના ઘોરીમાર્ગો પર હેલ્મેટ પહેરવાની જોગવાઇ ફરજિયાત બનાવી હતી. ત્યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટુ સ્પે.સી.એ.નં.૧૩૩૦૮ માંના ચૂકાદાઓ અને તેની ૫૦ સી.સી.સુધીના બે પૈડાંવાળા મોટર વાહનો માટે તેમજ અન્ય બે પૈડાંવાળા મોટર વાહનના ચાલકની પાછળ બેસનાર ૧૨ વર્ષ સુધીના બાળકો અને મહિલાઓને હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપીને બાકીના માટે સમગ રાજયમાં તા.૧-૧૨-૨૦૦૫ થી હેલ્મેટની જોગવાઇ ફરજિયાત અમલી બની છે.
હેલ્મેટ પહેરવાનું કોના માટે ફરજીયાત બનાવેલ છે ? કોઇને મુકિત આપવામાં આવી છે ? જો હા, તો તેની વિગતો શી છે ?મોટર વાહન અધિનિયમ,૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ પાઘડીવાળા શીખ ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપી છે.રાજય સરકારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સ્પે.સી.એ.નં. ૧૩૩૦૮/૨૦૦૪ (સુઓમોટુ) એમ.સી.એ.નં. ૧૧૦૪/૨૦૦૫ અને ૧૭૨૪/૨૦૦૫ દાખલ કરીને સબળ રજૂઆતો કરતાં હાઇવે સિવાય હેલ્મેટનો અમલ તા.૩૦-૧૧-૨૦૦૫ સુધી મોકુફ રખાવેલ હતો અને છેવટે ૫૦ સી.સી. સુધીનાં બે પૈડાંવાળા વાહનો માટે તેમજ અન્ય દ્વિક્રિ વાહન ચાલકોની પાછળ સવારી કરનાર ૧૨ વર્ષ સુધીનાં બાળકો તેમજ મહિલાઓ માટે હેલ્મેટ પહેરવામાંથી મુકિત છે.
હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપવાની રાજય સરકારને સત્તા છે ? જો હા, તો કાયદા / નિયમો હોય તો તેની વિગતોહા, જી.
મોટર વ્હીકલ એકટ,૧૯૮૮ ની કલમ-૧૨૯ હેઠળ રાજય સરકાર યોગ્ય લાગે એવા અપવાદોની નિયમો દ્વારા જોગવાઇ કરી શકે છે. પરંતુ, આવા અપવાદોથી કાયદાનો મૂળ હેતુ માર્યા જાય તેવી જોગવાઇ કરી શકે નહિ.

1લી સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થયા હતા

ભારતમાં 1લી સપ્ટેમ્બર 2019થી નવા મોટર વ્હિકલ્સ એક્ટ-2019નું અમલીકરણ શરૂ થયું હતું. જેમાં દર્શાવેલા નિયમભંગ બદલ નાણાંકીય દંડ સહિતની અન્ય કડક જોગવાઇઓ સામે પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જો કે આ નવો મોટર વ્હિકલ એક્ટ સરકાર માટે હવે આવકનું મોટું સાધન બન્યું હોય તેવું લાગી રહ્યું છે.

સરકારે આ આપ્યું હતું કારણ

ગાંધીનગરમાં કેબિનેટની મળેલી બેઠકમાં રાજય સરકારે ટુ વ્હિલરોની હાલાકી અને હાડમારીની વ્યાપક ફરિયાદોને આધારે હેલમેટમાંથી મુક્તિ આપવા નિર્ણય લેવાયો હતો. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારે લીધેલાં નિર્ણય અંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એવુ કબૂલ્યું હતું કે, આખાય રાજ્યમાંથી હેલમેટથી મુક્તિ આપવા ફરિયાદો સરકારને મળી હતી. સોશિયલ મિડીયામાં વિરોધ થઇ રહ્યો હતો.આ ઉપરાંત સામાજીક પ્રસંગો હોય કે,સ્મશાન ઘાટ જવાનુ હોય ત્યારે હેલમેટને ક્યાં સાચવવું એ અંગે લોકોને ખાસ્સી એવી અવગડ ઉભી થતી હતી.

Related posts

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ હવે સરપંચોની મળી મીટીંગ, કરવાના છે આ કામ

Nilesh Jethva

રૂપાણી સરકાર સાથે ‘આવ ભાણા આવ’ જેવું થયું, હવે પુરૂષોએ આંદોલન શરૂ કર્યું

Mayur

આજ સાંજ સુધીમાં અનામત આંદોલન સમાપ્ત થઈ જશે, પક્ષોનો મળ્યો હકારાત્મક પ્રતિભાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!