હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો ‘એરિયલ વ્યૂ’ માણવાની ઈચ્છા હશે તો તે ટૂંક સમયમાં જ પૂર્ણ થઇ શકે છે. વાત એમ છે કે, અમદાવાદના હાર્દ સમાન રિવરફ્રન્ટ પર હવે શહેરીજનો હેલિકોપ્ટર મારફતે જોય રાઈડની મજા માણી શકશે. નદી પર હેલિકોપ્ટર દ્વારા જોય રાઈડનો દેશનો આ સૌપ્રથમ પ્રોજેક્ટ હશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર જોય રાઈડની સેવા આગામી ટૂંક સમયમાં જ શરૃ કરવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે.

સી-પ્લેન સર્વિસ એક વર્ષમાં જ મુસાફરો ન મળતા બંધ કરી દેવાઈ
અમદાવાદના રિવરફ્રન્ટ પર અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેનની સેવા ગત ઓક્ટોબર મહિનામાં શરૃ કરાઇ હતી. સી પ્લેન સર્વિસ શરૃ કર્યાનો ઇન્ડિયામાં પ્રથમ રુટ હતો. આ સેવા એક વર્ષમાં જ મુસાફરો ન મળતા બંધ કરી દેવાઈ છે. હવે બ્લુ રે એવિએશન દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી હેલિકોપ્ટરથી જોય રાઈડનો અનુભવ કરી શકશે. જા કે આ પ્રોજેક્ટ પણ કેટલો કારગત નીવડે છે તે જોવું રહ્યું.
આ જોય રાઈડમાં બેસવા માટે સાત થી દસ મિનિટ રિવર ફ્રન્ટની આસપાસ નક્કી કરાયેલા રુટ પર આનંદ માણી શકશે. જોય રાઈડમાં બેસવા માટે વ્યક્તિદીઠ બે હજારની આસપાસ ટિકિટ રાખવામાં આવી છે. આ રાઈડની સેવા ફક્ત શનિ-રવિ ચાલુ રહેશે.જેથી વિકેન્ડમાં બુકિંગ પણ સારા મળી રહે. મુસાફરો પોર્ટલ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. જેનું બુકિંગ પોર્ટલ પણ ટૂંક સમયમાં શરૃ થઈ જશે.

રિવરફ્રન્ટ પર ગુજસેલ દ્વારા ત્રણ વોટર એરિડ્રામ હેલિપેડ બનાવાયા
અમદાવાદના એલિસબ્રિજથી સરદારબ્રિજ સાઈડના રિવરફ્રન્ટ પર ગુજસેલ દ્વારા ત્રણ વોટર એરિડ્રામ હેલિપેડ બનાવાયા છે. જેની ઉડાન,રુટ સહિતની સ્ટેટ એવિએશન વિભાગની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે. ઘણા વર્ષ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક ઓછો હતો ત્યારે ખાનગી ઓપરેટર દ્વારા હેલિકોપ્ટર જોય રાઈડ શરૃ કરાઈ હતી પણ થોડા સમય બાદ બંધ કરવી પડી હતી.
આમ, અમદાવાદને વિકેન્ડમાં ફરવા માટે વધુ એક સ્થળ મળ્યું છે. જોકે, રિવરફ્રન્ટ પર પક્ષીઓનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેના કારણે આ જોય રાઇડ સેવાને પણ બર્ડ હિટનો સામનો કરવો પડે નહીં તેની તકેદારી રાખવી પડશે.
7થી 10 મિનિટની 1 ટ્રિપ : પાંચ મુસાફરો બેસી શકશે
આ જોય રાઈડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જીન બેલ ૪૦૭ હેલિકોપ્ટરમાં એક કેપ્ટન એક એન્જીનીયર સહિત પાંચ મુસાફરો બેસી શકશે. એટલે કે એક ટ્રીપમાં પાંચ મુસાફરો જોય રાઈડની મજા માણી શકશે. કુલ ૭ થી ૧૦ મિનિટની આ જોય રાઇડ રહેશે.
READ ALSO :
- વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર
- તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી
- પાવાગઢ/ શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ બંધ કરી દેતા ભક્તોએ મંદિરના પગથીયા પર શ્રીફળ વધેર્યા , હજાર ભક્તોની ભારે ભીડ
- શું તમે પણ ડિપ્રેશનમાં છો? શરીરમાં જોવા મળતા આ લક્ષણો છે આ રોગના સંકેતો
- Flipkart લાવ્યું બમ્પર Offer! અડધી કિંમતમાં મળી રહ્યો છે Samsung Galaxy S23, ધક્કા-મુક્કી કરીને ખરીદી રહ્યા છે લોકો