‘‘અહીંના લોકોનો પણ LTTEને ઘણો ટેકો છે. આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે CDSનું હેલિકોપ્ટર ક્રેશ એક ષડયંત્ર કરવામાં આવેલો હુમલો હોય, જેમાં LTTEના સ્લીપર સેલ સામેલ છે. જો આ હુમલો છે તો તેમા ISI પણ LTTEને સમર્થન અને સહકાર આપી શકે છે.’’

ભારતીય સેનામાં 35 વર્ષ સેવા આપી ચૂકેલા રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે આ દાવો કર્યો છે. તેમનું માનવું છે કે CDSના હેલિકોપ્ટરને નિશાન બનાવવું એ LTTEની રણનીતિનો ભાગ હોઈ શકે છે. LTTE કેડર IED બોમ્બ પ્લાન્ટ કરવામાં એક્સપર્ટ છે. ઉપરાંત LTTE પાસે ભારતના સૌથી મોટા સૈનિકને મારવો મોટિવ પણ છે. NIAએ આ ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ કરવી જોઈએ.
હેલિકોપ્ટર ક્રેશ પાછળ હોઈ શકે છે આ 3 કારણ
બ્રિગેડિયર સાવંત જણાવે છે કે કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ 3 કારણો જવાબદાર હોય છે. પ્રથમ- તકનીકી ખામી, બીજી- પાઇલટની ભૂલ અને ત્રીજું- બોમ્બ પ્લાન્ટેશન અને બ્લાસ્ટિંગ. પહેલા બંને કેસોમાં પાયલોટ અને એર કંટ્રોલ વચ્ચે વાતચીત થાય છે. પાયલોટ મદદ માટે બોલાવે છે અને આ બધી વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ કરવામાં આવે છે. હવે બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. તેથી જો તે માત્ર અકસ્માત છે તો તેની માહિતી બહાર આવશે.
ત્રીજી શક્યતા એ છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ મૂકીને બ્લાસ્ટ થયો હોઈ શકે છે. આ કિસ્સામાં પાયલોટ અને એર કંટ્રોલ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી હોતું અને બધું અચાનક થઈ જાય છે. આ વિસ્તાર LTTEનો ગઢ રહ્યો હોવાથી આ હુમલા પાછળ LTTE સ્લીપર સેલનો હાથ હોવાની પ્રબળ આશંકા છે.
અમે જ LTTE ને ટ્રેનિંગ આપી, અમે જ તેમને ઠાર કર્યા
જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે વીરપ્પનનો વિસ્તાર પણ છે. સાથે જ LTTE નો ગઢ પણ છે. ઊટી, કોઈમ્બતુર, મેત્યૂપાલનનું આખું જંગલ વીરપ્પનનું ક્ષેત્ર રહ્યું છે. બ્રિગેડિયર સાવંત જણાવે છે કે હું કમાન્ડો ઈન્સ્ટ્રક્ટર હતો અને અમારું LTTE સાથે એન્કાઉન્ટર પણ થયું છે, તેથી અમે LTTEની તમામ બાબત જાણીએ છીએ. તેઓના અટેક કરવાની સ્ટાઇલ બિલકુલ આ જ પ્રકારની છે, જે પ્રકારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
LTTE લાંબા સમયથી ભારત અને ભારતીય સેનાથી ખૂબ નારાજ છે. ભારતે LTTEનો નાશ કર્યો અને જાફનાથી લઈ તમિલનાડુ સુધી તેનું નેટવર્ક તોડી નાખ્યું. LTTEના બાકીના નેતૃત્વ તેમા સામેલ હોઈ શકે છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પણ આ હુમલામાં સામેલ હોઈ શકે છે. કદાચ ISI અને LTTEએ તેને સાથે મળી અંજામ આપ્યું હોય.

હ્યૂમન બોમ્બનો ઉપયોગ LTTE એ જ શરૂ કર્યો
બ્રિગેડિયર સાવંત જણાવે છે કે જો કોઈ એવું માને છે કે LTTE પાસે હવે કોઈ હથિયાર, દારૂગોળો અને ટેકનિકલ સપોર્ટ નથી, તો તે ભૂલ કરી રહ્યો છે. LTTE પાસે હજુ પણ રાઈફલ્સથી લઈને વિસ્ફોટકો સુધી બધું જ છે. હ્યૂમન બોમ્બનો ઉપયોગ કરવાની શરૂઆત પણ LTTE એ કરી. LTTE પાસે આત્મઘાતી હુમલાઓ કરવા જેવી અદ્ભુત ક્ષમતાઓ છે જેમ કે વિસ્ફોટકોથી ભરેલા વાહનને ટક્કર મારવી અને તેને બ્લાસ્ટ કરવી. આજે પણ તેમની પાસે વિસ્ફોટકનું ટેકનિકલ કામ કરવા માટે નિષ્ણાતો છે. શક્ય છે કે આ ઘટનામાં ટૂંકા અંતરની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
ઇનસાઇડર જોબ પણ હોઈ શકે છે
બ્રિગેડિયર સાવંત જણાવે છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાન્ટ કરવું સરળ નથી, છેલ્લી ક્ષણે ડિટોનેટર અને બોમ્બનું કનેક્શન પણ હોવું જોઈએ. તે ઇનસાઇડ જોબ પણ હોઈ શકે છે. તે વિસ્તારના ઘણા સામાન્ય લોકો પણ LTTE સમર્થક છે. આવા હુમલાને અંજામ આપવા માટે માત્ર બે જ લોકોની જરૂર છે. LTTE ને આવી ઘટનાને અંજામ આપવા માટે મોટી કેડરની જરૂર નથી. એક કે બે લોકો મળીને પણ આ હુમલો કરી શકે છે.
તાઈવાનના પૂર્વ મિલિટ્રી ચીફનું હેલિકોપ્ટર પણ આવી જ રીતે ક્રેશ થયુ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હેલિકોપ્ટરની દુર્ઘટના માત્ર એક સંયોગ છે કે પછી તેમાં દુશ્મન દેશ ચીનની કોઈ ચાલ છે? આ સવાલ હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી ઉઠી રહ્યો છે. તેનું કારણ લગભગ એક વર્ષ પહેલા તાઈવાનના ભૂતપૂર્વ મિલિટ્રી ચીફના હેલિકોપ્ટરનું બિલકુલ આવું જ ક્રેશ થવું છે.
તાઈવાનના મિલિટ્રી જનરલ સતત ચીન સામે કડક વલણ અપનાવી રહ્યા હતા. જ્યારે CDS રાવતે થોડા દિવસો પહેલા ચીન વિશે જૈવિક યુદ્ધ વિશે પણ વાત કરી હતી. આ ઘટનાઓને જોડીને ચીનને શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે.

Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન