GSTV
Gujarat Government Advertisement

મોટો આઘાત: હૈરી પોટરની અભિનેત્રી હેલનનું નિધન, કેન્સરની સામે જંગ હારી ગઈ

Last Updated on April 17, 2021 by Pravin Makwana

હૈરી પોટર ફ્રેન્ચાઈઝીમાં ડ્રેકો મૈલફોયની મા નાર્સિસા મૈલફોયનું પાત્ર ભજવતી એક્ટ્રેસ Helen McCrory એ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તે 52 વર્ષની હતી અને કેન્સર જેવી મોટી બિમારી સામે લડી રહી હતી. હેલનના નિધનની જાહેરાત શુક્રવારે તેના પતિ ડેમિયન લુઈસે આપી હતી. ટ્વિટર પર પોસ્ટ લખતા ડેમિયને જણાવ્યુ હતુ કે, હેલેને ઘરમાં પરિવારની વચ્ચે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

ડેમિયન લખે છે કે, એ જણાવતા મારૂ હ્દય ભાંગી પડે છે કે, કેન્સર સામે દમદાર લડાઈ લડવા છતાં ખુબસુરત અને શક્તિશાલી મહિલા Helen McCrory દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમનું નિધન પોતાના ઘરમાં દોસ્તો અને પરિવારના પ્યાર વચ્ચે થયુ છે. તેનુ નિધન પણ એવુ રીતે જ થયુ જેવી રીતે તે જિંદગી જીવ્યા છે. ઈશ્વર જાણે છે કે, અમે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પોતાની જાતને સૌભાગ્યશાળી માનીએ છીએ કે, અમારી જીંદગીમાં અમને તેની સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. તે ખૂબ ચમકી, હવે હવા સાથે વહી ગઈ. આભાર.

Helen McCroryના નિધન બાદ હોલિવૂડના સેલેબ્સ અને તેમની ફિલ્મ અને ટીવી શોઝના મેકર્સે તેને શ્રદ્ધાંજલિ આપી છે. બોલિવૂડમા હેલનના નિધનની ખબર બાદ શોક ફેલાયો છે. ડાયરેક્ટર હંસલ મહેતાએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. સાથે જ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!