GSTV
Gujarat Government Advertisement

આખરે આ કોરોનાનો અંત ક્યારે? : આ રિપોર્ટ વાંચશો તો ફફડી જશો, દાવો કરાયો કે કોરોના ક્યારેય પણ ખતમ નહીં થાય

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં બીજી લહેરના કારણે આરોગ્ય સિસ્ટમ ડગમગી ગઇ છે અને હજુ ત્રીજી લહેરની સંભાવના દર્શાવાઇ છે ત્યારે લોકો હવે પૂછી રહ્યા છે આખરે આ કોરોનાનો અંત થશે ક્યારે. જો કે એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોના ક્યારેય પણ ખતમ નહીં થાય..

કોરોના

અત્યારે સૌ કોઇના મનમાં એક જ પ્રશ્ન છે કે આખરે કોરોના વાયરસ દેશમાંથી કયારે ખતમ થશે ? છેલ્લા દોઢ વર્ષમાં ઉનાળો હોય કે શિયાળો, કોરોનાનો પ્રકોપ હંમેશા વધતો જોવા મળ્યો છે ત્યારે જર્મનીના હેન્ડલબર્ગ ઈન્સ્ટિટયુટ તેમજ ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સના સંશોધન અહેવાલમાં એક ચોંકાવનારૂ તારણ રજૂ કરાયું છે.

કોઈ પણ વાયરસનું અસ્તિત્વ કયારેય સમાપ્ત થતું જ નથી : મેડિકલ સાયન્સ

સંશોધનકારોએ કહ્યું છે કે, હવે આપણે કોરોના વાયરસ સાથે જીવવાની ટેવ પાડવી પડશે. કારણ કે આ વાયરસ હંમેશા જીવીત રહેવાનો છે અને તેનો પ્રકોપ લાંબા સમય સુધી ચાલુ જ રહેવાનો છે. જો કે મેડિકલ સાયન્સનું માનવું એવું છે કે, કોઈ પણ વાયરસનું અસ્તિત્વ કયારેય સમાપ્ત થતું જ નથી પરંતુ રિસર્ચમાં એમ બતાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વર્ષમાં અનેક વખત પીક પોઇન્ટ પર પહોંચશે અને તેને પગલે મોટી સંખ્યામાં મૃત્યુ થશે.

ભારતમાં ત્રીજી લહેરની પણ સંભાવના વ્યકત કરવામાં આવી

ભારતમાં બીજી લહેર ભયંકર બની છે અને ત્રીજી લહેરની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ત્યારે આ અહેવાલે સૌ કોઇની ચિંતા વધારી છે. સંશોધનકારોના અહેવાલમાં જણાવ્યા મુજબ કોરોના વાયરસના પૃથ્વી પર જીવીત રહેવાની પુરી સંભાવના છે. વિશ્વના ઉત્તરીય અને દક્ષિણી દેશોમાં કોરોના વાયરસનો કહેર વધુ પ્રમાણમાં રહેશે. સાથોસાથ તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઉનાળો હોય કે શિયાળો કોઈપણ મોસમમાં કોરોનાની પ્રચંડતા ઓછી થવાની નથી. સંશોધનકારોએ આ રિપોર્ટ 117 દેશોના આંકડાના આધાર પર તૈયાર કર્યો છે અને એમણે કહ્યું છે કે, કોરોનાથી બચતા રહેવું તે જ માત્ર એક ઉપાય છે અને તેના માટે રસીકરણ ખુબ જ જરૂરી છે અને જે નિયમો બહાર પાડવામાં આવ્યાં છે તેનો ગંભીરતાથી અમલ કરવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!