GSTV
Gujarat Government Advertisement

રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી

Last Updated on January 6, 2020 by Mayur

રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત છે. ઠંડીના કારણે નલિયા, ડીસા, અમદાવાદ સહિતના મહાનગરોમાં લોકો ઠંડીથી ઠુઠવાયા છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ હોવાથી ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.

તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર અને તેને સંલગ્ન વિસ્તારો પરથી એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં 48 કલાક માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આગામી દિવસમાં કેટલાક સ્થળોએ વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદની સંભાવના છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. નલિયામાં સૌથી ઓછુ 7.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ડિસામાં 10.3 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. આ સાથે અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, નલિયા, કંડલામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. 4 અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!