GSTV

પ્રવાસીઓ ભાન ભૂલ્યા: ગીરીમથક સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી, ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ

Last Updated on June 27, 2021 by Pravin Makwana

ગીરીમથક સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી હતી. જેને લઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. સ્વાગત સર્કલ, લેક ગાર્ડન, સ્વામિનારાયણ મંદિર સહિત ગવર્નર હિલ, સનરાઈઝ હિલ પર વાહનોની લાંબી કતાર લાગતા કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.

કેટલાક પ્રવાસીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા, તો સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. લોકડાઉન બાદ ઘરે બેસીને કંટાળેલા લોકો પ્રાકૃતિક સ્થળોએ ઉમટી પડયા હતા. ગિરિકન્દરાઓમાં ધૂમ્મસની ચાદર પથરાઈ જતા આહલાદક વાતાવરણ ઊભું થયું હતું.

પ્રવાસીઓએ પણ ઘોડે સવારી સાથે એડવેન્ચર એક્ટિવિટી અને નૌકા વિહારનો આનંદ માણ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કોરોનાને પગલે ધંધા રોજગાર, હોટલ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયા હતા. જો કે હાલનું ચોમાસુ સ્થાનિકો સહિત હોટલ ઉદ્યોગ માટે માટે શુકનવંતુ બન્યું છે.

READ ALSO

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!