GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી કાતિલ ઠંડી : બેનાં મોત, જનજીવન ઠપ

જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી કાતિલ ઠંડી : બેનાં મોત, જનજીવન ઠપ

જમ્મુ કાશ્મીરમાં પાછલા ચાર દિવસથી સતત ભારે બરફવર્ષા થઇ રહી છે. જેણે ત્યાંના જનજીવનને ઠપ કરી દીધું છે. ભારે બરફવર્ષાને કારણે  રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

મહત્તમ તાપમાન 3.4 ડિગ્રી

શ્રીનગરનું મહત્તમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જે સામાન્ય કરતા 14 ડિગ્રી જેટલું ઓછું છે.  ઉપરાંત બરફવર્ષાને કારણ બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કાશ્મીરના ગુલમર્ગમાં એલઓસી નજીક બે વ્યક્તિઓના હિમ સ્ખલનના કારણે મોત થયા છે.

શ્રીનગરમાં પણ પારો 5 ડિગ્રી નીચે ગબડ્યો

રાજ્યની શિયાળઆની રાજધાની જમ્મુમાં પણ તાપમાનનો પારો સામાન્ય તાપમાન કરતા 5 ડિગ્રી જેટલો નીચે ગબડયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગુલમર્ગમાં નોંધાયું છે. ગુલમર્ગમાં માઇનસ 4.8 ડિગ્રી તાપમાને લોકોને થીજવ્યા હતા.

આ શહેરોમાં શૂન્યથી નીચેનું તાપમાન

આ સિવાય પહલગામ, સરહદ નજીકનું  કુપવાડા અને દક્ષિણ કાશ્મીરનું કોકેરંગ શહેર પણ શૂૂન્યથી નીચે તાપમાનમાં થીજ્યા છે. પહલગામમાં માઇનસ 1.3, કુપવાડામાં માઇનસ 1.6 અને કોકેરેમાં માઇનસ 0.96 ડિગ્રી તાપમાન હતું. જમ્મુના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ગબડયો છે.

સફરજનના પાકનો નાશ

તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે સફરજનના પાકનો નાશ થયો છે. જેથી ખેડૂતો માટે મોટી સમસ્યા ઉભી થઇ છે. હજારોની સંખ્યામાં સફરજનના બગીચામાં પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે નવેમ્બરની શરૂઆથમાં બરફવર્ષા તેમણે ક્યારેય જોઇ નથી.

બરફવર્ષાથી વેપારધંધાને ભારે નુકશાન

જાણકારોના મતે ધારા 370 દૂર થયા બાદ કાશ્મીરમાં ત્રણ મહિનામાં વેપાર ધંધાને જે નુકસાન નથી થયું, તે બરફવર્ષાને કારણે થયું છે. ભઆરે બરફવર્ષાથી ઘણા વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ બંધ છે ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

Read Also

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!