હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા (Heavy Snowfall) નાં કારણે સ્થિતિ ભારે વણસી છે. રાજ્યમાં જ્યાં 4 નેશનલ હાઇવે સહિત 700 થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે, ત્યારે ટ્રેકિંગ પર નીકળેલા 4 મિત્રોમાંથી 2નાં મોત નિપજ્યાં છે. રવિવારનાં મોડી રાત્રે ભારે હિમવર્ષા બંને ઇજાગ્રસ્તોને ધર્મશાળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
એએસપી કાંગડા પુનીત રઘુએ માહિતી આપી હતી કે, 4 છોકરાંઓ ટ્રેકિંગ માટે ગયા હતા અને મોડી સાંજ સુધી તેઓ પરત આવ્યાં ન હોતાં. આ અંગેની માહિતી મળતાં જ વિપરિત પરિસ્થિતિમાં શોધખોળ વધુ તેજ કરવામાં આવી. ત્યારે આગલા દિવસે એટલે કે, રવિવારનાં રોજ 2 છોકરાંઓની લાશ મળી અને અન્ય બે ગંભીર હાલતમાં જોવા મળ્યાં. કારણ કે ઊંચી જગ્યાએથી ખીણમાં પડવાનાં કારણે તેઓને વધારે ઇજા થઇ. જો કે, બંનેની હાલત વધારે સ્થિર છે અને તે ઘાયલ લોકોની હોસ્પિટલમાં હાલમાં સારવાર ચાલી રહી છે.
કાંગડાનાં ડીસી નિપુણ જિંદલએ જણાવ્યું કે, સ્લેટ ગોદામ નજીક 16, 17 અને 18 વર્ષની ઉંમરનાં 4 છોકરાઓ શનિવારનાં રાતથી જ લાપતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. શોધખોળ અને બચાવ દળે લાપતા યુવકોને શોધી કાઢ્યાં છે. પરંતુ આ ક્ષેત્રમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાનાં કારણે તેઓને નીકાળવામાં ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થવાના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો ફસાયા
જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ ભારે હિમવર્ષાથી 1,500થી વધારે રસ્તાઓ બંધ થયા છે. આ સાથે વીજળી અને પાણી પુરવઠાની સેવાને પણ અસર થઈ છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થવાના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો ફસાયા. ખરાબ હવામાનના કારણે વિમાન સેવાને પણ અસર થઈ છે. સતત હિમવર્ષાના કારણે હાઈવે પર અનેક વાહન ચાલકો ફસાયા છે. તો બીજી તરફ રસ્તા પરથી બરફ હટાવવા માટે તંત્ર પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 25 જાન્યુઆરી બાદ કાશ્મીર ખીણ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે.
REAd ALSO :
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો