GSTV
Home » News » દેશના અા 19 રાજ્યમાં અાજે ભારે વરસાદની અાગાહી , દિલ્હીમાં જળબંબાકાર

દેશના અા 19 રાજ્યમાં અાજે ભારે વરસાદની અાગાહી , દિલ્હીમાં જળબંબાકાર

દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારથી થતાં ભારે વરસાદના કારણે અહીંનું જનજીવન ખોરવાયું છે. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 49.6 મિમી વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર એઆરએસ સાંગવાનના જણાવ્યા પ્રમાણે રાત્રે 2 વાગ્યાથી હળવો વરસાદ શરૂ થયો હતો. ત્યારપછી સવારે 4થી 8 વાગ્યા સુધીમાં ભારે વરસાદ થયો હતો. દિલ્હી-જયપુર-મુંબઈ હાઈવે પર પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ધોળા કૂવા, પાલમ જેવા અેરિયામાં તો રોડ પર ઢીંચણસમાં પાણી ભરાયા છે.

ટ્રાફિક પોલીસે ટ્વિટર પર એડ્વાઈઝરી જાહેર કરીને લોકોને અમુક રસ્તાઓ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી દિલ્હીમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. દિલ્હીની સાથે સાથે ગુડગાંવમાં પણ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતીઅો ગુજરાતમાં વરસાદના અાગમનની રાહ જોઈને થાક્યાં છે. રાજ્યમાં અા વર્ષે વરસાદની ઘટ રહે તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાં હવામાન વિભાગની તમામ અાગાહીઅો ખોટી ઠરી છે. અાજે બપોરે હવામાન વિભાગની અેક બેઠક છે.

રાજધાની નવી દિલ્હીમાં સવારે ભારે વરસાદ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. દિલ્હીના ઈન્દિરાગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, તીન મૂર્તિ ભવન, આરકે પુરમ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે ધૌલાકુઆં અને પાલમ-મોલમ જેવા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ છે. દિલ્હીમાં ઘણાં વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી છે. દ્વારકા-પાલમ ફ્લાઈઓવર, ઉત્તમનગર ખાતે જળભરાવની સ્થિતિ જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગે આના પહેલા પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું કે મંગળવારે ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ચંદીગઢ, વિદર્ભ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, તેલંગાણા અને તટવર્તી કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.

Related posts

હેલિકોપ્ટર કૌભાંડ: અદાલતે રાતુલ પુરીને 1 ઓકટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલ્યો

Riyaz Parmar

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

Riyaz Parmar

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવેદન પર સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આપી આ પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!