GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ઉ.ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા ભારતના આ વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો

ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ સતત વાૃધી રહ્યું છે તો બીજી તરફ દિલ્હીમાં ભારે વરસાદ અને કરાં પડવાને કારણે તાપમાનમાં ાૃધરખમ ઘટાડો થયો છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં આજે બરફ વર્ષા થઇ હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હીમાં આજે સતત બે કલાક સુધી ઝડપી પવન ફૂંકાયો હતો અને વરસાદ પડયો હતો તેમ ભારતીય મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ(આઇએમડી)ના રિજિયોનલ વેધર ફોરકાસ્ટના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર ૧૪ અને ૧૫ ડિસેમ્બરના રોજ પણ તાપમાન ઘટીને સિંગલ ડિજિટમાં પહોંચી જશે. આજે દિલ્હીમાં લઘુતમ તાપમાન ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. આજે દિલ્હીમાં એર કવોલિટી ઇન્ડેક્સ ૪૨૯ હતો. જે ગંભીર કેટેગરીમાં આવે છે. ધુમ્મસને કારણે આજે પણ નબળી દ્રશ્યતાને પગલે સળંગ છઠ્ઠા દિવસે શ્રીનગર એરપોર્ટ પર ફલાઇટો બંધ રાખવામાં આવી હતી તેમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

લદ્દાખના લેહમાં આજે લઘુતમ તાપમાન માઇનસ ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમામ ૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. કેદારનાથ અને બદરીનાથમાં પણ બરફ વર્ષાને કારણે બરફની ચાદર છવાઇ ગઇ હતી. ઠંડીના તીવ્ર મોજાને પગલે જમ્મુ-કાશ્મીરના વિવિાૃધ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના કેટલાક રાજ્યોમાં વરસાદ અને બરફ પડવાથી તાપમાન ઘટી ગયું છે અને ઠંડી વધી ગઇ છે. શિમલા જિલ્લાના કુફરીમાં મહત્તમ તાપમાન શૂન્યથી નીચો નોંધવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

દિવસભરમાં 3 લાખ PPE કિટ બનાવી રહ્યુ છે ભારત, દેશની અર્થવ્યવસ્થાને ઉભી કરવા આપી 5 ફોર્મુલા

Mansi Patel

વિશ્વમાં કોરોના ટેસ્ટિંગ મામલે ટોપના 30 દેશોમાં ભારતનું છે આ સ્થાન, પ્રતિ 10 લાખે 2,876ના જ કરાય છે ટેસ્ટ

Harshad Patel

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી વધુ એક સફળતા, બે આતંકીઓ કર્યા ઠાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!