GSTV
Gujarat Government Advertisement

ભારે વરસાદથી આવક ઘટતા શાકભાજીના ભાવો વધ્યાં

Last Updated on August 18, 2019 by Arohi

રાજસૃથાન , મધ્યપ્રદેશ અને મુંબઇમાં ભારે વરસાદને પગલે અમદાવાદમાં આવતી શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે . આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ય વરસાદી પાણી ભરાતા શાકભાજીનુ ઉત્પાદન ઘટયુ છે જેના કારણે શાકભાજીની ડિમાન્ડમાં વધારો થયો છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮૬ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લીધે પીવાના પાણી અને સિંચાઇના પાણીથી તો રાહત થઇ છે પણ શાકભાજીની આવક ઘટી છે. મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રકો તો વરસાદી પાણીમાં ફસાઇ  છે. આવી ઘટનાને લીધે વેપારીઓએ શાકભાજીની હેરાફેરી બંધ કરી દીધી છે.  અમદાવાદ શહેરના જમાલપુર શાકમાર્કેટમા શાકભાજી લઇને આવતી ટ્રકોમાં ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે શાકભાજીની આવક ૪૦ ટકા સુધી ઘટી ગઇ છે. શાકભાજીની આવક ઘટતા ડિમાન્ડ વધી ગઇ છે.

ગુજરાતમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી પાણીને લીધે શાકભાજીનો પાક ધોવાયો છે. આ જોતાં શાકભાજીના ઉત્પાદન પર અસર થઇ છે. સામાન્ય રીતે રૂા.૩૦-૪૦ કિલો મળતા શાકભાજીનો ભાવ અત્યારે રૂા.૮૦-૧૦૦ સુધી પહોંચ્યો છે.ખાસ કરીને રિંગણના પાકમાં ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે જેના લીધે સિઝનમાં ૧૦૦ ટન રિંગણની આવક થતી હતી તે હવે માત્રને માત્ર ૫ ટન સુધી પહોંચી છે. આમ, શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાયુ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!