GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

શ્રાવણમાં મેઘો મંડાણો / અમદાવાદમાં ધોધમાર વરસાદ, માર્ગો પર વરસાદી પાણી ભરાયા

વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં સાંજથી વરસાદ શરૂ થયો છે જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા એક કલાકમાં શહેરના ચાંદલોડિયા, બોડકદેવ, જોધપુર સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા નોંધનીય છે કે હવાનામ વિભાગે ગુજરાતમાં બે-ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.

અમદાવાદમાં વરસાદ

અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદના એસજી હાઈવે, પકવાન સર્કલ, ઈસ્કોન મંદિર, વસ્ત્રાપુર, સેટેલાઈટ, જોધપુર સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જીવરાજ પાર્ક, વેજલપુર અને પાલડી એલિસબ્રિજમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. જોકે 15 અને 16 ઓગસ્ટે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયુ છે. આ દરમ્યાન જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને જિલ્લાના કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV