GSTV
Home » News » હિમાચલ પ્રદેશના કુલ્લુ, મનાલીમાં વરસાદે સર્જી ખાનાખરાબી : 200 કરોડનું નુક્સાન

હિમાચલ પ્રદેશના કુલ્લુ, મનાલીમાં વરસાદે સર્જી ખાનાખરાબી : 200 કરોડનું નુક્સાન

હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ભારે વરસાદ બાદ અનેક લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને બચાવવા એરફોર્સના વિમાનની મદદ લેવામાં આવી રહી છે. વાયુસેનાએ ત્રણ જર્મન નાગરિક સહિત નવ લોકોને રેસક્યુ કર્યા છે.વરસાદ અને ભૂસ્ખલનના કારણે હિમાચલ પ્રદેશમાં 373 સડક બંધ કરાઈ છે.

જ્યારે કુલ્લુમાં 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કુલ્લુ બાદ સિમલામાં પણ સેના દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. પૂરની સ્થિતિ બાદ રાજ્યમાં રાહત કાર્યને યુદ્ધના ધોરણે શરૂ કરવા વાયુ સેનાની મદદ લેવાઈ રહી છે. જ્યારે કુલ્લુ અને મનાલીમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

 

Related posts

આજે નફ્ફટ પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થશે, ચીન ચંચૂપાત કરવાની પૂરી તૈયારીમાં

Mayur

એમેઝોન અને ફ્લિપકાર્ટે એક સપ્તાહમાં ભારે ડિસ્કાઊન્ટ આપી ત્રણ અરબ ડોલરનો માલ વેચતા સરકાર વિચારમાં લીન

Mayur

બોલિવૂડનું ક્યૂટ કપલ ગણાતું સારા અને કાર્તિક આર્યન શા કારણે થઈ ગયાં અલગ…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!