GSTV
Home » News » બ્રિટનમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ અનેક ઘરોમાં પાણી ભરાયાં, એક મહિલાનું મોત

બ્રિટનમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ અનેક ઘરોમાં પાણી ભરાયાં, એક મહિલાનું મોત

બ્રિટનમાં ભારે વરસાદના કારણે પૂરની સિૃથતિ સર્જાઈ છે. અનેક ઘરોમાં પાણી ભરાયાં હતા. અનેક લોકોને સૃથળાંતર કરાવાયું હતું. હજુ ભારે વરસાદની આગાહીના પગલે નિચાળવાળા વિસ્તારમાંથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડવા ચેતવણી આપવામાં આવી છે.બ્રિટનમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. અનેક સૃથળોએ અતિ ભારે વરસાદના કારણે પૂરની સિૃથતિ સર્જાઈ હતી. અસંખ્ય ઘરોમાં પાણી ભરાયું હતું. કાર ડૂબી જાય એટલું પાણી ભરાઈ જતાં ઠેર-ઠેર બચાવ ટૂકડીઓએ બોટમાં બેસાડીને લોકોને ઉંચાણવાળા સ્થળોએ સ્થાળાંતર કરાવ્યું હતું.

બ્રિટનનાં ઘણા વર્ષોમાં બરફવર્ષા

બ્રિટનના ઘણાં વિસ્તારોમાં ભારે બરફવર્ષા થતાં જનજીવન ખોરવાયું હતું. અનેક રસ્તાઓ બંધ પડયા હતા.બીજી તરફ હજુ ય વધુ વરસાદની આગાહીને પગલે લોકોનું સૃથળાંતર કરાયું હતું. બ્રિટનનું ડેરલી ડેલ ટાઉન પૂરથી વિશેષ પ્રભાવિત થયું હતું. આ ટાઉનમાં તણાઈ જવાથી એક મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાંથી લોકોને તાત્કાલિક સલામત સૃથળે જવાની સૂચના જારી કરાઈ હતી. આગામી દિવસોમાં વધારે વરસાદ થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા સરકારી તંત્રએ સૂચના આપી હતી. ઘણાં ખરા વિસ્તારોમાં યેલ્લો વોર્નિંગ જારી કરવામાં આવી હતી.

ડોન નદી ઓવરફ્લો

ડોન નદી ઓવરફ્લો થઈ જતાં તેના પાટિયા ખોલવામાં આવ્યા હતા. યોર્ક શાયરમાં આવેલા મેડોવહોલ નામના શોપિંગ સેન્ટરમાં પાણી ઘૂસી ગયું હતું અને તેની આસપાસનો રોડ પાણીના કારણે સદંતર બંધ થઈ ગયો હતો.આ વિસ્તારમાં 2007 પછી પહેલી વખત આટલું પૂર આવ્યું હતું. બ્રિટનના કેટલાય વિસ્તારોમાં ડેન્જર ટુ લાઈફ વોર્નિંગ આપવામાં આવી હતી. લોકોને પાણીમાં ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી અને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના અપાઈ હતી.

READ ALSO

Related posts

મુંબઈ પર શિવસેનાનું રાજ, એક નર્સ બન્યા સૌથી સમૃદ્ધ મહાપાલિકાના મેયર

Nilesh Jethva

જુઓ આ વીડિયો, મોદીએ જ ભાજપના અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!