GSTV

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

દક્ષિણપૂર્વીય બ્રાઝિલમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે. તો સાથેજ, 17 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી સિવિલ ડિફેન્સ ટીમ મુજબ, મિનાસ ગેરેસ રાજ્યમાં ભારે વરસાદ બાદ સાડા ત્રણ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

શરૂઆતમાં મૃત્યુઆંક 11 હતો. પરંતુ આ આંકડો શનિવારે વધ્યો છે. મોટાભાગના મોત રાજધાની બેલો હોરીઝોન્ટમાં થયા છે. શુક્રવારે શહેરમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ થયો હતો. આ પછી ભૂસ્ખલનને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા.

તેમાં દબાઈ જવાને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પુરને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ઝાડ તેમજ વીજળીનાં થાંભલાઓ પડી ગયા છે. તો પુરને કારણે અનેક હાઈવે અને અસંખ્ય પુલો તૂટી ગયા છે.

ભારે વરસાદ અને પુરને કારણે નજીકના રાજ્યો રિયો ડી જાનેરો અને એસ્પિરીટો સાન્ટોમાં અસર થઈ છે. તો ક્ષેત્રમાં છેલ્લાં 110 વર્ષમાં સૌથી વધુ વરસાદ થયો છે.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 24 કલાકની અંદર મિનાસ ગેરેસની રાજધાની બેલો હોરીઝોન્ટમાં 172 મિલીમીટર વરસાદ નોંધાયો છે. રવિવાર સુધીમાં વરસાદમાં રાહત મળે એવી સંભાવના છે. પરંતુ ખાસ કરીને બેલો હોરીઝોન્ટમાં ભૂસ્ખલનનો ભય છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

IPL 2020: કેએલ રાહુલનો સ્કોર પણ પાર ન કરી શકી વિરાટ સેના, પાણીમાં બેસી જતાં 97 રને થઈ ભૂંડી હાર

Pravin Makwana

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!