GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

આકાશ કાળા ઘનઘોર વાદળોથી ઘેરાયા બાદ અમદાવાદમાં મૂશળધાર વરસાદ, અનેક વિસ્તારો પાણી પાણી થયા

વરસાદ

અમદાવાદમાં શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં આવેલા પલટા બાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી પડયો હતો. ચાંદખેડા, બોડકદેવ, બોપલમાં એક ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડયો હતો.

સાંજના સમયે આકાશ કાળા ઘનઘોર વાદળોથી ઘેરાયા બાદ મૂશળધાર વરસાદ વરસી પડશે એવી સંભાવનાની વચ્ચે શુક્રવારે સવારના છ થી રાત્રિના નવ કલાક સુધીમાં પાલડી અને ઉસ્માનપુરામાં ૧૪ મિ.મી, ચાંદખેડામાં ૩૬ મિલીમીટર વરસાદ પડયો હતો. રાણીપમાં ૧૩ મિ.મી., બોડકદેવમાં ૩૪ મિલીમીટર, સાયન્સ સિટી વિસ્તારમાં ૨૯, ગોતામાં ૨૫, ચાંદલોડીયામાં ૩૮, સરખેજમાં ૨૦, જોધપુરમાં ૨૫, બોપલમાં ૨૯, મકતમપુરામાં ૨૩ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.

દાણાપીઠ અને દુધેશ્વરમાં ૧૨ મિ.મી., કોતરપુરમાં ૧૨ મિલીમીટર વરસાદ સાથેશુક્રવારે રાત્રિના ૯ કલાક સુધીમાં શહેરમાં સરેરાશ ૧૪.૧૬ મિલીમીટર વરસાદ સાથે મોસમનો અત્યાર સુધીમાં ૨૯.૧૧ઈંચ વરસાદ થવા પામ્યો છે. વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૪.૭૫ ફૂટ નોંધાઈ છે. નર્મદા કેનાલમાં પાણીની આવક ૩૦૬૦ કયૂસેક અને કેનાલમાં જાવક ૧૦૯૫ કયૂસેક નોંધાઈ છે.

Read Also

Related posts

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Hemal Vegda

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah
GSTV