GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ભીષણ પૂરને કારણે રેલ ઠપ્પ: રેલવે ટ્રેક જળમગ્ન થતા 40થી વધુ ટ્રેનો રદ્દ, મુસાફરોનો ભારે ઘસારો

ભારે વરસાદના કારણે બિહારના અનેક શહેરમાં રેલવે ટ્રેક જળમગ્ન થયા છે. ભારે વરસાદના કારણે ઘણી ટ્રેન રદ્દ કરી દેવાઇ છે. તો ઘણી ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરી દેવાયા છે. પટનાના રેલવે સ્ટેશને રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રેલવે વ્યવહારને અસર પહોંચી હતી. તો બીજી તરફ ઘણી ટ્રેન રદ્દ કરતા પટના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. પટના રેલવે સ્ટેશન પર ટ્રેક પાણીમાં ડૂબી જતા દિલ્હીથી બિહાર અને બંગાળ જનારી પટનાના રૂટની ટ્રેનોને ગયા રૂટ પરથી દોડાવવામાં આવી. રેલવે વિભાગ મુજબ બિહારમાં ભારે વરસાદના કારણે 44 જેટલી ટ્રેનને અસર થઇ છે. જેમાંથી 13 ટ્રેનને સંપૂર્ણપણે રદ્દ કરી દેવાઇ. જ્યારે કેટલીક ટ્રેનના રૂટને ડાઇવર્ટ કરવાની ફરજ પડી.

બિહારમાં પૂરનાં કારણે સ્થિતી ખુબ જ બદથી બદતર બની છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાંવ્યું કે, સ્થિતીને પહોંચી વળવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ભીષણ પૂરને કારણે બિહારમાં મૃતકોની સંખ્યા 23 પર પહોંચી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે અનેક વિસ્તારોમાં શનિવારથી તોફાની વરસાદ વરસી રહ્યો છે. તેમજ ગંગા નદીનું જળસ્તર પર ખતરનાક રીતે વધી રહ્યું છે. જો કે કોઇ પણ પ્રકારની સ્થિતીને પહોંચી વળવા માટે પુરતી વ્યવસ્થા કરાઇ છે તેમજ વહીવટી તંત્ર લોકોની મદદ કરવા માટે પુરતા પ્રયાસો કરી રહ્યું છે.

બિહારમાં પૂરનાં કારણે અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની પટના સ્થિતી ભારે કફોડી બની છે. ઉત્તર બિહારનાં 14 જિલ્લા ભીષણ પૂરને કારણે પ્રભાવિત થયા છે. પૂરની સ્થિતી સામે પહોંચી વળવા માટે સીએમ નીતિશ કુમારે શનિવારે પૂર પ્રભાવિત જિલ્લાનાં અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ઇમરજન્સી બેઠક કરી હતી. આ બેઠકમાં હવામાન ખાતાનાં અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!