GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

મુંબઈથી પોરબંદરના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ હોવાથી દરિયા કિનારાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો આફતમાં આવી પડ્યા છે. દેવભુમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું છે. જામખંભાળિયામાં સાંજે છથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં 12 ઈંચ જેટલો અધધ વરસાદ થયો છે. સમગ્ર ખંભાળિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો સમગ્ર દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ જેટલો વરસાદ થયો.સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યા બાદ આગામી બે દિવસ ભારી અતિભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સિસ્ટમ વેલ માર્કો લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી 19 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દિવ, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરાનગર હવેલી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની શક્યત વ્યકત કરી છે. તો અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

જામ ખંભાળિયામાં અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જામ ખંભાળીયામાં ગઈકાલે સવારથી શરૂ થયેલા વરસાદે સાંજે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખંભાળીયા તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં મુશળધાર વરસાદ થયો છે. જેના કારણે જામ ખંભાળિયાના મુખ્ય માર્ગોમાં પાણી ભરાયા છે તો નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. રાહત અને બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ મોકલાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. રોડ અને રસ્તાઓ પર કારો તરતી જોવા મળી હતી.

ગુજરાતમાં જુનાગઢમાં શેત્રુંજી નદીનો જળસ્તર આ વિસ્તારમાં સતત વરસાદને પગલે વધ્યો છે

ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલાકીનો માહોલ સર્જાયો છે. ગુજરાતના દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે દ્વારકામાં પરિસ્થિતિ અનિયંત્રિત જોવા મળી રહી છે, જ્યાં રસ્તા પર જ નદીઓ વહી છે. દ્વારકાથી જે તસવીરો બહાર આવી છે, તેમાં જોઇ શકાય છે કે શહેરના મોટા ભાગમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક વસાહતોમાં પાણી ભરાવાના કારણે વાહનો પાણીમાં તરવા લાગ્યા છે.

દ્વારકાની જેમ પોરબંદર અને જૂનાગઢની પણ આવી જ હાલત છે. અહીંના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના થોડા કલાકોમાં સાગર કાંઠાના આ ત્રણ જિલ્લામા આ બન્યું છે. ગુજરાતના ભાવનગરમાં દરિયામાં કરંટ વધુ હોવાને કારણે બંદર પર ત્રણ નંબરના સિગ્નલ મૂકવામાં આવ્યા છે. જેથી બોટો આગળ ન જઈ શકે. બીજી તરફ, દીવના લોકોને પણ સમુદ્રની નજીક ન જવાનું કહેવામાં આવ્યું છે. માછીમારોની ઘણી નૌકાઓ અહીં ડૂબી ગઈ છે.

દ્વારકામાં ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાં ત્રાટક્યાં; દ્વારકાધીશ મંદિરના દ્રશ્યો

સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર, ગીર, સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે ત્રણ દિવસથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદને કારણે જૂનાગઢની નદીમાં પાણી ઉપરની તરફ વહી રહ્યું છે, આવી સ્થિતિમાં સ્થાનિક લોકોને ચેતવણી આપવામાં આવી છે કે નદીના કાંઠે ન જવું.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના ઘણા ભાગો, ખાસ કરીને મુંબઇ વરસાદના કારણે ખરાબ હાલતમાં છે. મુંબઇમાં ચોમાસાએ જોરદાર જોર પકડ્યું છે, ત્યારબાદ અહીં વરસાદ પડી રહ્યો છે. અને દર વખતની જેમ આ વખતે પણ મુંબઈમાં પ્રથમ વરસાદએ BMC ની કામગીરીનો પર્દાફાશ કર્યો છે.મુંબઇના ઘણા ભાગો પાણી ભરાઈ ગયા અને રસ્તાઓ નદીઓમાં ફેરવાયા. ઉપરથી કોરોના વાયરસનું વધતું જોખમ અને ઉપરથી વરસાદ પડતાં મુંબઈને બેવડા પડકારનો સામનો કરવો પડ્યો છે.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!