બિહારમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 83 થયો છે. સીતામઢીમાં 17, અરરિયામાં 12 મધુબનીમાં 11, શિવહરના નવ અને પૂર્ણિયામાં લોકોને મોત થયા છે. પૂરના કારણે 46 લાખ લોકોને અસર થઈ છે. જેથી બિહારના 12 જિલ્લામાં 137 જેટલા રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. જ્યા અનેક લોકોને સલામત સ્થળને ખસેડવામાં આવ્યા છે.

પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 26 ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. એનડીઆરએફે 125 જેટલી મોટરબોટને પૂરગ્રસ્ત વિસ્તારમાં ઉતારી છે.

બિહારમાં દરભંગા, અરરિયા, મધુબની અને શિવહરમાં સૌથી વધારે વિકટ અસર પડી છે. પૂરના કારણે કમલા, બલાન, કોસી અને મહાનંદા નદીમા ઘોડાપૂર આવ્યુ છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત