GSTV
Home » News » 48 કલાક ખેડૂતો માટે અતિ મહત્વના, આ નહીં કરો તો વીમા કંપનીઓ વીમો ચૂકવવામાં કરશે નાટકો

48 કલાક ખેડૂતો માટે અતિ મહત્વના, આ નહીં કરો તો વીમા કંપનીઓ વીમો ચૂકવવામાં કરશે નાટકો

રાજ્યમાં લીલા દુષ્કાળની સર્જાયેલી સ્થિતીને લીધે હવે ને તંત્ર પણ ચિંતિત બન્યુ છે. આજે વેધર વોચ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ચીફ સેક્રેટરી તથા મહેસુલ અગ્ર સચિવ પણ હાજર રહેશે. રાજ્યમાં હાલની વરસાદની સ્થિતી અંગે કરાશે સમીક્ષા સરકાર દ્વારા છેલ્લાં 30 વર્ષમાં થયેલા વરસાદની આંકડાકીય વિગતો મંગાવાઈ છે. ડેટાના આધારે આ વરસે કેટલો વધુ પ્રમાણમાં વરસાદ થયો તેને જે તે સમયે થયેલી અતિવૃષ્ટી સાથે સરખાવામાં આવશે. આ સાથે જ ભૂતકાળમાં થયેલી અતિવૃષ્ટિ સમયે તંત્રએ હાથ ધરેલા આયોજનો અંગે ચર્ચા કરાશે.

વીમા કંપનીઓ સામે સરકાર કાર્યવાહી કરે

સતત વરસાદને પગલે લીલા દુષ્કાળની ભીતિ જોવા મળી રહી છે. સરકારે વીમા કંપની દ્વારા સર્વેની વાત કરી ખેડૂતોને હૈયાધારણા આપી છે. પરંતુ વીમા કંપનીઓ ટોલ ફ્રી નંબર પર આવતા ફોન ઉપડતી જ નથી ત્યારે ખેતીમાં થયેલા નુકસાનની વાત ક્યાં કરવી તે જ ખેડૂતોને સમજાતું નથી. ત્યારે સરકારે માત્ર ઠાલા વચનો નહીં પણ વીમા કંપની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરે તેવી માગ ખેડૂતો આગેવાનો કરી રહ્યાં છે.

ટોલ ફ્રી નંબર ઉપલબ્ધ પણ નો રિપ્લાય

  • જૂનાગઢ, બોટાદ, કચ્છ, અમદાવાદ, સાંબરકાંઠા માટે ૧૮૦૦ ૧૦૩૦૦૬૧
  • રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દેવભૂમિ દ્વરકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા માટે ૧૮૦૦ ૩૦૦૨૪૦૮૮
  • અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા, મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ,આણંદ માટે ૧૮૦૦ ૨૦૦૫૧૪૨
  • જામનગર, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર માટે ૧૮૦૦ ૧૦૩૨૨૯૨

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતર નદી-તળાવમાં ફેરવાઇ ગયા છે અને પાક બગડી રહ્યો છે. કંપનીઓ દાવા કરે છે કે 48 કલાકમાં ખેડૂતો જાણ કરે અને નુકસાન માટે અરજી કરે. પરંતુ આ ટોલ ફ્રી નંબર્સ કોઇ ઉપાડતુ જ નથી. ત્યારે 4 કલાકની જોગવાઇનું પાલન કેવી રીતે કરવું તે પ્રશ્ન ખેડૂતો કરી રહ્યાં છે. રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી અને ખેડા એમ 11 જિલ્લાના ખેડૂતો માટે કામ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને સોંપાયા છે. જેના ટોલ ફ્રિ નમ્બર : +91 1800 3002 છે તેના પર ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી જરૂરી છે.

વીમા કંપનીઓ નથી આવતી સરવે માટે

જો કે આ નંબર પર ડાયલ કરતાં નો રિપ્લાય આવે છે. ત્યારે જો સદભાગ્યે કોઈ ખેડૂતનો નંબર લાગી જાય, તો વીમા કંપનીના નાટક જોવા મળે છે અને તેઓ તાત્કાલિક સર્વે માટે આવતી નથી. જામનગર, મહીસાગર, દાહોદ, ગીર-સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર એમ 6 જિલ્લાના ખેડૂતોનો પાક વીમાની જવાબદારી ભારતી એકસા જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને સોંપાયા છે. જેના ટોલ ફ્રી નમ્બર +91 1800 103 2292 છે પરંતુ આ નંબર પણ બંધ જ આવતો હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યાં છે.

સરકારે પાક વીમાની યોજનાથી વીમા કંપનીઓને તો ખટાવી છે પરંતુ જગતના તાત સામે જુવે તે પણ જરૂરી છે. ખેડૂતોને માત્ર ખાલી ઠાલા વચનો જ નહીં પરંતુ વીમા કંપની ફોન ઉપાડે અને ખેડૂતોની વાચા સાંભળે તો જ તેમને યોગ્ય ન્યાય મળશે. ત્યારે આ અંગે સરકારે પણ વીમા કંપનીઓને ટકોર કરવી જરૂરી છે.

Related posts

ચીનનો વિકાસ દર છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી નીચલા સ્તરે, ટ્રેડવોર નડ્યો

Bansari

એફટીએફની પાકિસ્તાનને અંતિમ ચેતવણી, બ્લેકલિસ્ટમાંથી આ કારણે બચી ગયુ આતંકિસ્તાન

Nilesh Jethva

પાંચમી ઓગસ્ટથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને પેટમાં એવો દુખાવો ઉપડ્યો છે કે દવા નથી કરી રહી કામ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!