GSTV

16 ડિસેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા, આ છે મોટું કારણ

Last Updated on December 12, 2019 by Mayur

ભારતમાં ઠંડીમાં વધારો થયો છે અને સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના દ્રાસમાં પારો ગગડીને શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. ત્યારે હવામાન વિભાગે આવનારા દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે બરફ પડતાં ત્યાં ઠંડીમાં વધારો થયો છે અને 16 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉંચાઈવાળા વિસ્તારોમાં સામાન્ય બરફ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. અને મધ્યમથી ભારે બરફ વર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. ભારે ધુમ્મસને કારણે શ્રીનગર એરપોર્ટ સતત પાંચમા દિવસે બંધ રહ્યું છે. તો શ્રીનગર-લેહ નેશનલ હાઈવે તેમજ મુગલ માર્ગ પર બરફ પણ પડ્યો છે.

પહાડી વિસ્તારોમાં બરફ વરસાદને કારણે દિલ્હીમાં પારો ગગડીને 7.9 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે દેશના ઉત્તરી વિસ્તારમાં હજુ ભારે બરફ વર્ષા થશે અને ઠંડી વધશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શુક્રવાર સુધીમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદ પડશે તેવી સંભાવના દર્શાવી છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!