GSTV

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

અમદાવાદમાં દિવસભર વરસાદી માહોલ સર્જાયા બાદ મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રવિવારની સાંજે ઘણા લોકો બહાર નીકળ્યા હતા જેથી તેઓએ વરસાદની મજા માણી હતી. તો અમદાવાદમાં થોડા સમય માટે આવેલા ધોધમાર વરસાદને લઇને ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. હવામાન વિભાગની આગાહી મમુજબ હજુ આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં વરસાદ માહોલ જળવાઇ રહેશે.

 ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે..સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..તો13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર ,અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

READ ALSO

Related posts

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

ડ્રગ્સમાં ગળાડૂબ બોલિવૂડ : શું તારી પાસે માલ છે, સામે આવી નવી ડ્રગ્સ ચેટ, કોડ વર્ડથી સેવ થયા છે અભિનેત્રીઓના નામ

Pravin Makwana

હજુ 5 દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિગ રહેશે ચાલું, આ વિસ્તારમાં પડશે સૌથી વધુ અસર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!